૨૦૨૪ની ૨૮ ડિસેમ્બરથી ૨૦૨૫ની ૧૧ જાન્યુઆરી સુધી શ્રીલંકાની ટીમ ન્યુ ઝીલૅન્ડની ધરતી પર ત્રણ-ત્રણ મૅચની T20 અને વન-ડે સિરીઝ રમવા આવી રહી છે
કેન વિલિયમસન અને ડેવોન કૉન્વે.
૨૦૨૪ની ૨૮ ડિસેમ્બરથી ૨૦૨૫ની ૧૧ જાન્યુઆરી સુધી શ્રીલંકાની ટીમ ન્યુ ઝીલૅન્ડની ધરતી પર ત્રણ-ત્રણ મૅચની T20 અને વન-ડે સિરીઝ રમવા આવી રહી છે. ઑલરાઉન્ડર મિચલ સૅન્ટનર આ સિરીઝથી પોતાની ફુલટાઇમ વાઇટ બૉલ ટીમના કૅપ્ટન તરીકેની સફર શરૂ કરશે. જોકે આ સિરીઝ માટેની કિવી સ્ક્વૉડમાં અનુભવી બૅટર કેન વિલિયમસન અને ડેવોન કૉન્વેને સ્થાન નથી મળ્યું. SA20 ફ્રૅન્ચાઇઝી લીગમાં રમવાને કારણે તેઓ નૅશનલ ડ્યુટીથી દૂર રહ્યા છે.
સાઉથ આફ્રિકાની T20 ફ્રૅન્ચાઇઝી લીગ SA20ની ત્રીજી સીઝન ૯ જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે જેમાં કેન વિલિયમસન ડરબન સુપર જાયન્ટ્સ અને ડેવોન કૉન્વે જોબર્ગ સુપર કિંગ્સ માટે રમવાના છે. આ ફ્રૅન્ચાઇઝીઓ સાથે કરેલા કરારને કારણે તેઓ શ્રીલંકા સામેની સિરીઝ માટે સિલેક્શન બાબતે ઉપલબ્ધ નહોતા.