Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હવે ભારત સામે રેકૉર્ડ સુધારવાનો સમય આવી ગયો છે- પૅટ કમિન્સ

હવે ભારત સામે રેકૉર્ડ સુધારવાનો સમય આવી ગયો છે- પૅટ કમિન્સ

Published : 04 September, 2024 08:24 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્ટીવ સ્મિથ માને છે કે ભારત સંતુલિત ટીમ છે, ઓસ્ટ્રેલિયાની કસોટી થશે

પૅટ કમિન્સ

પૅટ કમિન્સ


વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની રેસ વચ્ચે દુનિયાભરના ક્રિકેટ ફૅન્સની નજર બાવીસમી નવેમ્બરથી શરૂ થતી બૉર્ડર-ગાવસકર ટ્રોફી પર છે. ભારત અને ઑસ્ટ્રેલિયાની ટીમના દિગ્ગજ ક્રિકેટર્સ પણ પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ માટે ઉત્સાહિત છે. સ્ટાર સ્પોર્ટ્‌સના એક ઇન્ટરવ્યુમાં ઑસ્ટ્રેલિયન દિગ્ગજોએ ભારતીય ટીમ વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યાં છે.


કૅપ્ટન પૅટ કમિન્સે કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયામાં રમાયેલી છેલ્લી બે ટેસ્ટ-સિરીઝમાં અમને સફળતા મળી નહોતી. અમે ભારત સામે ટેસ્ટ-સિરીઝ જીત્યાને ઘણો સમય થઈ ગયો છે. હવે એને સુધારવાનો સમય છે. અમે ભારત સામે સતત રમી રહ્યા છીએ અને એણે અમને હરાવ્યા છે, પરંતુ અમે તેમની સામે ઘણી જીત નોંધાવી છે. ૨૦૨૩ની WTC ફાઇનલમાં ભારત સામે મળેલી જીતથી અમે પ્રેરણા લઈશું. હું બૉર્ડર-ગાવસકર ટ્રોફીને લઈને ખૂબ જ ઉત્સાહિત છું.’



સ્ટીવ સ્મિથે કહ્યું, ‘ભારતની ટીમ ઘણી સંતુલિત છે અને ઑસ્ટ્રેલિયાની કસોટી થશે.’ મૅક્સવેલે કહ્યું કે ‘બન્ને ટીમોએ રૅન્કિંગમાં ઘણાં સ્થાનોની અદલાબદલી કરી છે. ફૉર્મેટ ગમે એ હોય, તમે બન્ને ટીમોને વર્લ્ડ રૅન્કિંગમાં કોઈ ને કોઈ નંબર વન પર જોશો. આ બન્ને ટીમો રમે છે ત્યારે મૅચ જોવી જ જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2024 08:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK