ઑસ્ટ્રેલિયાથી આંધ્ર પ્રદેશ આવેલા નીતીશનું તેના ફૅન્સ અને ફૅમિલી દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.
તિરુપતિ બાલાજી મંદિરની સીડી ઘૂંટણના સહારે ચડતો નીતીશ કુમાર રેડ્ડી.
ભારતીય ટીમનો ૨૧ વર્ષના ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીએ ઑસ્ટ્રેલિયા-ટૂર દરમ્યાન સેન્ચુરી ફટકારીને પોતાની ડેબ્યુ ટેસ્ટ-ટૂરને યાદગાર બનાવી હતી. ઑસ્ટ્રેલિયાથી આંધ્ર પ્રદેશ આવેલા નીતીશનું તેના ફૅન્સ અને ફૅમિલી દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેની કરીઅરના આ સારા સમય માટે ભગવાનનો આભાર માનવા તે તિરુપતિ બાલાજી મંદિર પહોંચ્યો હતો.
પોતાના મિત્રો સાથે આ પ્રસિદ્ધ મંદિરમાં પહોંચેલો નીતીશ કુમાર રેડ્ડી મંદિરની સીડી બન્ને પગના ઘૂંટણના સહારે ઉપર ચડ્યો હતો. લગભગ ૩૫૫૦ સીડી ધરાવતા આ મંદિરમાં આ રીતે ચડીને તેણે ભગવાન સામે માથું નમાવીને પોતાનો પ્રેમ અને ભક્તિભાવ પ્રગટ કર્યો હતો. ક્રિકેટના મેદાન પર ધમાલ મચાવતા આ ઑલરાઉન્ડરનો ભક્તિભાવનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. તેને ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચની T20 સિરીઝ માટે પણ ભારતીય સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે.

