બન્ને લીગના અધિકારીઓ વચ્ચે રમત વિશેના વિચારો અને ગિફ્ટનું પણ આદાનપ્રદાન થયું હતું.
IPL અને NFLના બૉસ
ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહ ૯ જૂને ભારત-પાકિસ્તાનની મૅચ દરમ્યાન નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં ભારતીય ટીમને સપોર્ટ કરતા હતા. હાલમાં તેઓ ન્યુ યૉર્કમાં નૅશનલ ફુટબૉલ લીગ (NFL)ના હેડ ક્વૉર્ટરમાં જોવા મળ્યા હતા. NFLના બૉસ રોજર ગુડેલ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના બૉસ જય શાહ વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. બન્ને લીગના અધિકારીઓ વચ્ચે રમત વિશેના વિચારો અને ગિફ્ટનું પણ આદાનપ્રદાન થયું હતું.

