Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > News In Short: વૉર્નરની ઉંમર કંઈ કૅપ્ટન્સી સંભાળવા જેટલી નથી : ચૅપલ

News In Short: વૉર્નરની ઉંમર કંઈ કૅપ્ટન્સી સંભાળવા જેટલી નથી : ચૅપલ

Published : 14 December, 2022 11:53 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૅપ્ટન યંગ હોવો જોઈએ જેથી તે પોતાની ટીમ માટે ઉદાહરણ બની શકે અને વૉર્નર માટે હવે એ સમય નીકળી ગયો છે

ડેવિડ વૉર્નરને

News In Short

ડેવિડ વૉર્નરને


વૉર્નરની ઉંમર કંઈ કૅપ્ટન્સી સંભાળવા જેટલી નથી : ચૅપલ


બૉલ-ટૅમ્પરિંગ કાંડને પગલે ૩૬ વર્ષના ઓપનિંગ બૅટર ડેવિડ વૉર્નરને કૅપ્ટન બનાવવા પર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો એ ઉઠાવી લેવો કે નહીં એ વિશે ઑસ્ટ્રેલિયન ક્રિકેટમાં ઉગ્ર ચર્ચા થઈ રહી છે એમાં દેશના ક્રિકેટ-લેજન્ડ ઇયાન ચૅપલે ચોંકાવનારા મતમાં કહ્યું છે કે ‘વૉર્નર પરનો કૅપ્ટન્સીને લગતો બૅન પાછો ખેંચી લેવાની કોઈ જરૂર નથી, કારણ કે તેની ઉંમર હવે કંઈ સુકાન સંભાળવા જેટલી નથી. કૅપ્ટન યંગ હોવો જોઈએ જેથી તે પોતાની ટીમ માટે ઉદાહરણ બની શકે અને વૉર્નર માટે હવે એ સમય નીકળી ગયો છે.’ ચૅપલે એક રીતે વૉર્નરને કૅપ્ટન્સી માટે ‘ઘરડો’ કહ્યો છે.


રાવલપિંડીની પિચ બિલો-ઍવરેજ : આઇસીસી

ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં રમાયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટ માટેની રાવલપિંડીની પિચ બિલો-ઍવરેજ હોવાનું આઇસીસીએ રિપોર્ટમાં જણાવ્યું છે. ક્રિકેટની આ સર્વોચ્ચ સંસ્થાના મતે એ પિચ પર બોલર્સને કોઈ જ મદદ નહોતી મળી. આખી મૅચમાં કુલ ૭ બૅટર્સે સદી ફટકારી હતી, ઇંગ્લૅન્ડે પહેલા દિવસે માત્ર ૭૫ ઓવરમાં ૪ વિકેટે ૫૦૬ રન બનાવ્યા હતા અને મૅચ ૭૪ રનથી જીતી લીધી હતી.

રણજી શરૂ : મુંબઈ સામે આંધ્રના ૨૩૮, હરિયાણા ૪૬માં આઉટ

ગઈ કાલે રણજી ટ્રોફીની નવી સીઝનનો આરંભ થયો હતો, જેમાં રહાણેના સુકાનમાં રમતી મુંબઈની ટીમે આંધ્રની ટીમને ૨૩૮ રનમાં ઑલઆઉટ કરી હતી અને પછી મુંબઈના એક વિકેટે પચીસ રન બન્યા હતા. આંધ્રની ટીમ મુંબઈના તનુશ કોટિયનની ચાર તેમ જ શમ્સ મુલાની, મોહિત અવસ્થીની બે-બે વિકેટને લીધે અઢીસો રન પણ નહોતી બનાવી શકી. અન્ય મૅચોમાં પ્રથમ દિવસની વિગતો આ મુજબ છે : સૌરાષ્ટ્ર સામે આસામ ૭ વિકેટે ૨૪૯, બરોડા સામે ઓડિશા પાંચ વિકેટે ૨૧૪, ત્રિપુરા સામે ગુજરાત ૨૭૧માં ઑલઆઉટ, હિમાચલ સામે હરિયાણા ૪૬માં ઑલઆઉટ અને પછી હિમાચલ એક વિકેટે ૨૪૬.


બ્રાઝિલની ટીમ માટે વિદેશી કોચ નીમો : રોનાલ્ડો

બ્રાઝિલની વર્લ્ડ કપમાંથી વહેલી એક્ઝિટ થતાં બ્રાઝિલની ટીમ માટે હવે વિદેશી કોચ નીમવા જોઈએ એવા થઈ રહેલા અનુરોધને દેશના ફુટબૉલ-લેજન્ડ રોનાલ્ડોએ ટેકો આપ્યો છે. રોનાલ્ડો ૪૬ વર્ષનો છે. તે ૧૯૯૩થી ૨૦૧૧ સુધી બ્રાઝિલ વતી રમ્યો હતો. તેણે બ્રાઝિલના કોચ બનાવવા માટે પેપ ગ્વાર્ડિઓલા, કાર્લો ઍન્સલૉટી અને જોઝ મૉરિન્હોનાં નામ સૂચવ્યાં છે.


હૉકી વર્લ્ડ કપની ટિકિટનો ભાવ ૧૦૦થી ૫૦૦ રૂપિયા

ભારતમાં આવતા જાન્યુઆરીમાં મેન્સ હૉકી વર્લ્ડ કપ યોજાવાનો છે અને એ માટેની સ્ટેડિયમની ટિકિટનો ભાવ જાહેર થયો છે. આ વિશ્વકપની મૅચો ભુવનેશ્વર તથા રુરકેલામાં રમાશે. નૉર્થ તથા સાઉથ સ્ટૅન્ડની ટિકિટનો ભાવ ૧૦૦ રૂપિયા તથા વેસ્ટ સ્ટૅન્ડનો ભાવ ૫૦૦ રૂપિયા છે. એની વચ્ચેનાં વિવિધ સ્ટૅન્ડના ભાવ ૨૦૦ અને ૪૦૦ રૂપિયા છે.

આજે મુંબઈમાં ઑપ્ટિમિસ્ટ એશિયન ચૅમ્પિયનશિપનું ઉદ્ઘાટન

ગિરગાંવ ચોપાટીમાં એક અઠવાડિયું ચાલનારી ‘૨૦૨૨ ઑપ્ટિમિસ્ટ એશિયન ઍન્ડ ઓસનિયા ચૅમ્પિયનશિપ’ શરૂ થઈ રહી છે. મહારાષ્ટ્ર ગુજરાત ઍન્ડ ગોવા એરિયા/આર્મી યૉટિંગ નોડના ઉપક્રમે યોજાયેલી આ ઇવેન્ટ આવતી કાલે ફ્લીટ રેસનો આરંભ થશે અને એ નિમિત્તે આજે સાંજે નરીમાન પૉઇન્ટના યશવંતરાવ ચવાણ સેન્ટરમાં યોજાનારા ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, ખેલકૂદ પ્રધાન ગિરીશ મહાજન તેમ જ બીજા મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

14 December, 2022 11:53 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK