Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > News In Shorts: ઇન્જરીને લીધે કૅરોલિના મુચોવા ઑસ્ટ્રેલિયન ઓપનમાં નહીં રમે

News In Shorts: ઇન્જરીને લીધે કૅરોલિના મુચોવા ઑસ્ટ્રેલિયન ઓપનમાં નહીં રમે

30 December, 2023 02:14 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૩ની ફ્રેન્ચ ઓપન ફાઇનલિસ્ટ કૅરોલિના મુચોવા આવતા મહિને રમાનારી ઑસ્ટ્રેલિયન ઓપન કાંડાની ઇન્જરીને લીધે ગુમાવશે.

ઇન્જરીને લીધે કૅરોલિના મુચોવા ઑસ્ટ્રેલિયન ઓપનમાં નહીં રમે

ઇન્જરીને લીધે કૅરોલિના મુચોવા ઑસ્ટ્રેલિયન ઓપનમાં નહીં રમે


ઇન્જરીને લીધે કૅરોલિના મુચોવા ઑસ્ટ્રેલિયન ઓપનમાં નહીં રમે


૨૦૨૩ની ફ્રેન્ચ ઓપન ફાઇનલિસ્ટ કૅરોલિના મુચોવા આવતા મહિને રમાનારી ઑસ્ટ્રેલિયન ઓપન કાંડાની ઇન્જરીને લીધે ગુમાવશે. ચેક રિપબ્લિકની ૨૭ વર્ષની મુચોવાએ ઇન્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરીને આ વિશે માહિતી આપી હતી. મુચોવા વર્લ્ડ રૅન્કિંગ્સમાં હાલ આઠમા ક્રમાંકે છે. મુચોવા યુએસ ઓપનમાં ક્વૉર્ટર ફાઇનલ હારી ગઈ હતી અને ત્યાર બાદ ઇન્જરીને લીધે તેણે ટોક્યો અને બીજિંગ ઇવેન્ટ ઉપરાંત ડબ્લ્યુટીએ ફાઇનલ્સમાંથી ખસી જવું પડ્યું હતું. 



બ્રાઇટન સામે હારીને ટૉપ ફોરમાં પહોંચવાનો મોકો ગુમાવ્યો ટોટનહૅમે


બ્રાઇટને ગુરુવારે હાર સાથે પૉઇન્ટ ટેબલમાં ટૉપ ફોરમાં સ્થાન મેળવવાનો મોકો ગુમાવી દીધો હતો. ટોટનહૅમ ગુરુવારે બ્રાઇટન સામે શરમજનક રીતે ૨-૪થી હારી ગયું હતું. બ્રાઇટને ૧૧મી, ૨૩મી, ૬૩મી અને ૭૫મી મિનિટે ગોલ ફટકારીને ૪-૦થી લીડ લઈને સનસનાટી મચાવી દીધી હતી. ૦-૪થી પાછળ પડ્યા બાદ ટોટનહૅમે કમર કસી હતી અને છેલ્લે એ ૮૧ અને ૮૫મી મિનિટે બે લેટ ગોલ ફટકારીને હારનું માર્જિન ઓછું કરવામાં સફળ રહી હતી.

પ્રીમિયર લીગમાં આ સીઝનમાં પહેલી વાર ઘરઆંગણે હાર્યું આર્સેનલ


આર્સેનલે ગુરુવારે આ સીઝનમાં પ્રથમ વાર ઘરઆંગણે હાર જોવી પડી હતી. આર્સેનલ વેસ્ટ હૅમ સામે ૦-૨થી હારી ગયું હતું. આ હારને લીધે આર્સેનલે પૉઇન્ટ ટેબલમાં પ્રથમ ક્રમાંકે પહોંચવાનો મોકો પણ ગુમાવી દીધો હતો. ગઈ સીઝનના રનર-અપ આર્સેનલની છેલ્લી ચાર લીગ મૅચમાં આ ત્રીજી હાર હતી. આર્સેનલ હાલ પૉઇન્ટ ટેબલમાં લિવરપુલ બાદ બીજા નંબરે છે. લિવરપુલ કરતાં તેના બે પૉઇન્ટ ઓછા છે. જો તેમણે ગુરુવારે જીત મેળવી હોત તો ટૉપ પર પહોંચી જાત, પણ તેમની પાસે હજી પણ માકો છે. રવિવારે ફુલ્હામ સામે જો જીત મેળવશે તો નંબર વન બની જશે, કેમ કે નંબર વન લિવરપુલ હવે નવા વર્ષે જ મૅચ રમશે. 

Whatsapp-channel Whatsapp-channel

30 December, 2023 02:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK