Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > News In Short: ડુ પ્લેસીએ જૉબર્ગ સુપર કિંગ્સને સેમીમાં પહોંચાડી

News In Short: ડુ પ્લેસીએ જૉબર્ગ સુપર કિંગ્સને સેમીમાં પહોંચાડી

Published : 07 February, 2023 01:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુપરકિંગ્સ બાવીસ પૉઇન્ટ સાથે બીજા નંબરે છે અને એણે સેમીમાં એન્ટ્રી કરી લીધી છે

ફૅફ ડુ પ્લેસી તસવીર સૌજન્ય મિડ-ડે

News In Short

ફૅફ ડુ પ્લેસી તસવીર સૌજન્ય મિડ-ડે


ડુ પ્લેસીએ જૉબર્ગ સુપર કિંગ્સને સેમીમાં પહોંચાડી


સાઉથ આફ્રિકાની એસએ૨૦ લીગની પ્રથમ સીઝનમાં પ્રિટોરિયા કૅપિટલ્સ સેમી ફાઇનલમાં પહોંચ્યા બાદ રવિવારે જૉબર્ગ સુપરકિંગ્સની ટીમ પણ લાસ્ટ-ફોરમાં પહોંચી ગઈ હતી. સુપરકિંગ્સે બૅટિંગ પસંદ કર્યા બાદ કૅપ્ટન ફૅફ ડુ પ્લેસી (૯૨ રન, ૬૧ બૉલ, ચાર સિક્સર, સાત ફોર) અને રીઝા હેન્ડ્રિક્સ (૪૦ રન, ૩૬ બૉલ, પાંચ ફોર)ની ૧૧૯ રનની ઓપનિંગ પાર્ટનરશિપની મદદથી ૬ વિકેટે ૧૬૦ રન બનાવ્યા હતા, એના જવાબમાં સનરાઇઝર્સ ઈસ્ટર્ન કેપની ટીમ ટેમ્બા બવુમાના ૫૦ રન અને કૅપ્ટન માર્કરમના ૩૪ રન છતાં ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૩૬ રન જ બનાવી શકી હતી અને ૨૪ રનથી પરાજિત થઈ હતી. સુપરકિંગ્સ બાવીસ પૉઇન્ટ સાથે બીજા નંબરે છે અને એણે સેમીમાં એન્ટ્રી કરી લીધી છે. રવિવારે બીજી મૅચમાં ડર્બન્સ સુપર જાયન્ટ્સે હિન્રીચ ક્લાસેન (૧૦૪ અણનમ, ૪૪ બૉલ, છ સિક્સર, દસ ફોર)ની આક્રમક સદીની મદદથી ૪ વિકેટે ૨૫૪ રન બનાવ્યા બાદ પ્રિટોરિયા કૅપિટલ્સને ૧૩.૫ ઓવરમાં ૧૦૩ રનમાં ઑઆઉટ કરીને ૧૫૧ રનના આ સ્પર્ધામાં રેકૉર્ડ માર્જિનથી વિજય મેળવ્યો હતો.



શનાકાના આક્રમક ૫૮ રનઃ દુબઈ કૅપિટલ્સની જીત


યુએઈની આઇએલટી૨૦ લીગમાં પ્લે-ઑફમાં પહોંચી ગયેલી એમઆઇ એમિરેટ્સ ટીમનો દુબઈ કૅપિટલ્સ સામે ૭ વિકેટે પરાજય થયો હતો. એમઆઇએ પૂરનના ૪૩ રનની મદદથી ૭ વિકેટે ૧૬૪ રન બનાવ્યા બાદ દુબઈની ટીમે દાસુન શનાકા (૫૮ અણનમ, ૩૬ બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર)ની અને સિકંદર રઝા (૫૬ અણનમ, ૩૬ બૉલ, ચાર સિક્સર, ચાર ફોર)ની ફટકાબાજીથી ૧૮.૧ ઓવરમાં ૩ વિકેટે ૧૬૬ રન બનાવીને રોમાંચક વિજય મેળવ્યો હતો.

પત્નીની ફરિયાદ બાદ વિનોદ કાંબળીને પોલીસની નોટિસ


એક સમયે ભારતના ટોચના પાંચ બૅટર્સમાં ગણાતા વિનોદ કાંબળીએ નશો કર્યા બાદ પત્ની ઍન્ડ્રિયા હ્યુઇટ પર હુમલો કર્યો હતો અને તેને ગાળો આપી એ ઘટનામાં કાંબળી વિરુદ્ધ ઍન્ડ્રિયાની ફરિયાદના આધારે એફઆઇઆર નોંધાયા બાદ પોલીસે બાંદરામાં કાંબળીના ઘરે જઈને તેને સીઆરપીસીની કલમ ૪૧-એ હેઠળ નોટિસ આપી હતી અને સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરાવવા પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું કહ્યું હતું. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કાંબળીએ તેની કાર પોતાની સોસાયટીના ગેટ સાથે ટકરાવી એને પગલે ફરિયાદ થતાં તેની ધરપકડ થઈ હતી અને પછીથી તેને ચેતવણી આપીને જામીન પર છોડી મૂકવામાં આવ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

07 February, 2023 01:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK