નાઇકે આવું જણાવવાની સાથે સંદીપ પાટીલની ઉમેદવારી નકારવાની માગણી કરી હતી.
સંદીપ પાટીલ
પાટીલની ઉમેદવારી સામે હિતોના ટકરાવની ફરિયાદ કેમ?
ભારતના ભૂતપૂર્વ બૅટિંગ-સ્ટાર સંદીપ પાટીલે શનિવારે મુંબઈ ક્રિકેટ અસોસિએશન (એમસીએ)ના પ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવી એના ગણતરીના કલાકો બાદ હાલના જૉઇન્ટ સેક્રેટરી સંજય નાઇકે તેમની વિરુદ્ધ હિતોના ટકરાવની ફરિયાદ નોંધાવી હતી. એમાં જણાવાયું હતું કે ‘પાટીલની પુત્રવધૂ (પાટીલના પુત્ર ચિરાગની પત્ની) સના પાટીલ સલીલ અન્કોલાની પુત્રી છે અને અન્કોલા એમસીએ સિનિયર સિલેક્શન કમિટીના ચૅરમૅન છે.’ નાઇકે આવું જણાવવાની સાથે સંદીપ પાટીલની ઉમેદવારી નકારવાની માગણી કરી હતી.
ADVERTISEMENT
ટ્રાયેન્ગ્યુલરમાં ન્યુ ઝીલૅન્ડે મેળવ્યા પહેલા બે પૉઇન્ટ
ક્રાઇસ્ટચર્ચમાં ગઈ કાલે ટી૨૦ ટ્રાયેન્ગ્યુલરમાં ન્યુ ઝીલૅન્ડે બંગલાદેશને ૧૩ બૉલ બાકી રાખીને ૮ વિકેટના માર્જિનથી પરાજિત કરી આ સ્પર્ધામાં પહેલા બે પૉઇન્ટ મેળવ્યા હતા. કેન વિલિયમસનની ટીમ બે પૉઇન્ટ સાથે પાકિસ્તાન (૪ પૉઇન્ટ) પછી બીજા નંબરે છે. બંગલાદેશ બન્ને મૅચ હારી ચૂક્યું છે. ગઈ કાલે બંગલાદેશે ૮ વિકેટે ૧૩૭ રન બનાવ્યા હતા. કિવી ઑફ-સ્પિનર માઇકલ બ્રેસવેલે ૧૪ રનમાં બે વિકેટ લીધી હતી. બૉલ્ટ, સાઉધી અને સોઢીએ પણ બે-બે વિકેટ લીધી હતી. કિવી ટીમે ડેવૉન કૉન્વે (૫૧ બૉલમાં અણનમ ૭૦)ની હાફ સેન્ચુરીની મદદથી ૧૭.૫ ઓવરમાં બે વિકેટે ૧૪૨ રન બનાવીને મૅચ જીતી લીધી હતી. બ્રેસવેલને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.
ભારતમાં કાલથી ફિફા અન્ડર-17 વિમેન્સ વર્લ્ડ કપ
ભારતમાં આવતી કાલે ફિફા આયોજિત મહિલા વર્ગનો અન્ડર-17 ખેલાડીઓનો ફુટબૉલ વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. આ વિશ્વકપની મૅચો ભુવનેશ્વર, મડગાંવ તથા નવી મુંબઈમાં રમાશે. ભારતના ‘એ’ ગ્રુપમાં અમેરિકા, મોરોક્કો અને બ્રાઝિલ પણ છે. આવતી કાલે ભારતની પ્રથમ મૅચ અમેરિકા સામે છે.

