શ્રીલંકા સામે ગઈ કાલે શરૂ થયેલી ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં ન્યુ ઝીલૅન્ડે નવ વિકેટે વિજયી શરૂઆત કરી છે. વેલિંગ્ટનમાં પહેલી બૅટિંગ કરતાં શ્રીલંકન ટીમ ૪૩.૪ ઓવરમાં ૧૭૮ રનમાં સમેટાઈ ગઈ હતી.
મિચલ સૅન્ટનરની કૅપ્ટન્સીમાં વન-ડે સિરીઝમાં પણ વિજયી શરૂઆત કરી કિવી ટીમે.
શ્રીલંકા સામે ગઈ કાલે શરૂ થયેલી ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં ન્યુ ઝીલૅન્ડે નવ વિકેટે વિજયી શરૂઆત કરી છે. વેલિંગ્ટનમાં પહેલી બૅટિંગ કરતાં શ્રીલંકન ટીમ ૪૩.૪ ઓવરમાં ૧૭૮ રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ન્યુ ઝીલૅન્ડે ૨૬.૨ ઓવરમાં માત્ર એક વિકેટે ૧૮૦ રન ફટકારી ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ન્યુ ઝીલૅન્ડનો ફાસ્ટ બોલર મૅટ હેન્રી ૧૦ ઓવરમાં ૧૯ રન આપી ચાર વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. તેના તરખાટ વચ્ચે શ્રીલંકન ટીમના માત્ર ચાર પ્લેયર ડબલ ડિજિટનો સ્કોર બનાવી શક્યા હતા. ન્યુ ઝીલૅન્ડ તરફથી ઓપનિંગ કરવા ઊતરેલો રાચિન રવીન્દ્ર ૪૫ રન બનાવી કૅચઆઉટ થયો હતો. ઓપનર વિલ યંગે (અણનમ ૯૦ રન) રાચિન સાથે પહેલી વિકેટ માટે ૭૫ બૉલમાં ૯૩ રન અને માર્ક ચૅપમૅન (અણનમ ૨૯ રન) સાથે બીજી વિકેટ માટે ૮૩ બૉલમાં ૮૭ રનની પાર્ટનરશિપ કરી હતી.

