છેલ્લાં ૧૪ વર્ષથી પોતાની ધરતી પર કિવી ટીમ પાકિસ્તાન સામે વન-ડે સિરીઝ નથી હારી
ત્રણ વન-ડે સિરીઝની ટ્રોફી સાથે ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન માઇકલ બ્રેસવેલ અને પાકિસ્તાનનો કૅપ્ટન મોહમ્મદ રિઝવાન.
પાકિસ્તાન સામે પાંચ મૅચની સિરીઝ ૪-૧થી જીત્યા બાદ ન્યુ ઝીલૅન્ડની ટીમ આ હરીફ ટીમ સામે આજથી ત્રણ મૅચની વન-ડે સિરીઝ રમશે. આજે ૨૯ માર્ચ, બીજી એપ્રિલ અને પાંચમી એપ્રિલે ત્રણ વન-ડે સિરીઝ ભારતીય સમય અનુસાર સવારે ૩.૩૦ વાગ્યાથી શરૂ થઈ જશે. બન્ને ટીમ વચ્ચે બે વર્ષ બાદ દ્વિપક્ષીય વન-ડે સિરીઝ રમાશે. બન્ને ટીમ વચ્ચે ૧૯૮૪થી ૨૦૨૩ વચ્ચે ૨૧ વન-ડે સિરીઝ રમાઈ છે. એમાંથી ન્યુ ઝીલૅન્ડે ૧૧ અને પાકિસ્તાને ૮ સિરીઝ જીતી છે, જ્યારે બે સિરીઝ ડ્રૉ રહી હતી.
પાકિસ્તાની ટીમ ૭ વર્ષ બાદ ન્યુ ઝીલૅન્ડની ધરતી પર વન-ડે સિરીઝ રમતી જોવા મળશે. ૧૯૮૫થી ૨૦૧૮ સુધીમાં પાકિસ્તાની ટીમે ન્યુ ઝીલૅન્ડની ધરતી પર ૧૧ વન-ડે સિરીઝ રમી છે. બન્ને ટીમ ન્યુ ઝીલૅન્ડમાં ૧૧ વન-ડે સિરીઝ રમી છે જેમાંથી યજમાન ટીમે ૮ સિરીઝ જીતી છે અને ૧૯૯૬માં એક સિરીઝ ડ્રૉ રહી હતી. પાકિસ્તાનની ટીમ માર્ચ ૧૯૯૪ અને ફેબ્રુઆરી ૨૦૧૧માં માત્ર બે વન-ડે સિરીઝ ન્યુ ઝીલૅન્ડમાં જીતી શકી છે. પાકિસ્તાની ટીમ ૧૪ વર્ષ બાદ ન્યુ ઝીલૅન્ડમાં વન-ડે સિરીઝ જીતવાના ઇરાદા સાથે ઊતરશે.
ADVERTISEMENT
સ્ટાર બૅટર ટૉમ લૅધમના હાથમાં ફ્રૅક્ચર થવાથી વન-ડે સિરીઝ માટે સ્પિનર માઇકલ બ્રેસવેલને સ્ટૅન્ડ-ઇન કૅપ્ટન તરીકે જાળવી રાખવામાં આવ્યો છે. કૅપ્ટન મોહમ્મદ રિઝવાન અને વાઇસ-કૅપ્ટન સલમાન અલી આગાના નેતૃત્વવાળી પાકિસ્તાની સ્ક્વૉડમાં T20 સિરીઝના શાનદાર પ્રદર્શનના આધારે ફાસ્ટ બોલર હારિસ રઉફને એન્ટ્રી આપવામાં આવી છે.
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૧૧૯ |
પાકિસ્તાનની જીત |
૬૧ |
ન્યુ ઝીલૅન્ડની જીત |
૫૪ |
નો રિઝલ્ટ |
૦૩ |
ટાઈ |
૦૧ |

