ત્રિકોણીય વન-ડે સિરીઝની ફાઇનલ મૅચથી લઈને બંગલાદેશ સામે રાવલપિંડીની વન-ડે મૅચ સુધી સળંગ ત્રણ વન-ડેમાં ફિફ્ટી પ્લસ રનનો સ્કોર કર્યો છે. આ રીતે તેણે હૅટ-ટ્રિક ડક પછી સળંગ ત્રણ ફિફ્ટી પ્લસ રનનો સ્કોર કરવાનો રેકૉર્ડ બનાવ્યો છે.
ટૉમ લૅધમ
ન્યુ ઝીલૅન્ડના વિકેટકીપર-બૅટર ટૉમ લૅધમે એક અનોખો રેકૉર્ડ પોતાને નામે કર્યો છે. તે મેન્સ વન-ડે કિકેટમાં ત્રણ વખત ઝીરો પર આઉટ થયા પછી સતત ત્રણ વખત ૫૦+ સ્કોર બનાવનાર પહેલો ક્રિકેટર બન્યો છે. જાન્યુઆરી ૨૦૨૫માં શ્રીલંકા સામે શૂન્ય પર આઉટ થયા બાદ આ ૩૨ વર્ષનો ક્રિકેટર ફેબ્રુઆરી ૨૦૨૫ની શરૂઆતમાં ત્રિકોણીય વન-ડે સિરીઝ દરમ્યાન પણ બે વન-ડેમાં ડક થયો હતો. ત્યાર બાદ તેણે ત્રિકોણીય વન-ડે સિરીઝની ફાઇનલ મૅચથી લઈને બંગલાદેશ સામે રાવલપિંડીની વન-ડે મૅચ સુધી સળંગ ત્રણ વન-ડેમાં ફિફ્ટી પ્લસ રનનો સ્કોર કર્યો છે. આ રીતે તેણે હૅટ-ટ્રિક ડક પછી સળંગ ત્રણ ફિફ્ટી પ્લસ રનનો સ્કોર કરવાનો રેકૉર્ડ બનાવ્યો છે.
ટૉમ લૅધમની છેલ્લી છ વન-ડે ઇનિંગ્સ |
|
ઑકલૅન્ડમાં શ્રીલંકા સામે |
૪ બૉલમાં શૂન્ય |
લાહોરમાં પાકિસ્તાન સામે |
૩ બૉલમાં શૂન્ય |
લાહોરમાં સાઉથ આફ્રિકા સામે |
૧ બૉલમાં શૂન્ય |
કરાચીમાં પાકિસ્તાન સામે |
૬૪ બૉલમાં ૫૬ રન |
કરાચીમાં પાકિસ્તાન સામે |
૧૦૪ બૉલમાં ૧૧૮ રન અણનમ |
રાવલપિંડીમાં બંગલાદેશ સામે |
૭૬ બૉલમાં પંચાવન રન |
ADVERTISEMENT

