Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૨૦૧૯ની સેમી ફાઇનલમાં ધોનીને રનઆઉટ કરનાર માર્ટિન ગપ્ટિલે રિટાયરમેન્ટ જાહેર કરી

૨૦૧૯ની સેમી ફાઇનલમાં ધોનીને રનઆઉટ કરનાર માર્ટિન ગપ્ટિલે રિટાયરમેન્ટ જાહેર કરી

Published : 09 January, 2025 09:36 AM | IST | Hamilton
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ન્યુ ઝીલૅન્ડનો પાંચમો હાઇએસ્ટ રન-સ્કોરર છે, ૩૬૭ મૅચમાં ૨૩ સેન્ચુરી અને ૭૬ હાફ-સેન્ચુરીથી ફટકાર્યા છે ૧૩,૪૬૩ રન

માર્ટિન ગપ્ટિલ

માર્ટિન ગપ્ટિલ


ન્યુ ઝીલૅન્ડના શાનદાર ઓપનર માર્ટિન ગપ્ટિલે ગઈ કાલે પોતાની ૧૪ વર્ષની શાનદાર કરીઅરનો અંત કરવાની જાહેરાત કરી હતી. ૩૮ વર્ષના આ ક્રિકેટરે છેલ્લે ઑક્ટોબર ૨૦૨૨માં ન્યુ ઝીલૅન્ડ માટે ઇન્ટરનૅશનલ મૅચ રમી હતી. ૩૬૭ મૅચમાં ૨૩ સેન્ચુરી અને ૭૬ હાફ-સેન્ચુરી સાથે તેણે ૧૩,૪૬૩ રન બનાવ્યા છે. તે ન્યુ ઝીલૅન્ડનો પાંચમો હાઇએસ્ટ રન-સ્કોરર પણ છે.


૨૦૧૯માં વન-ડે વર્લ્ડ કપ સેમી ફાઇનલમાં તેના શાનદાર થ્રોને કારણે ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બૅટર મહેન્દ્ર સિંહ ધોની રનઆઉટ થયો હતો. એ સમયે ભારતની જીત ધોનીની બૅટિંગ પર નિર્ભર કરતી હતી પણ રનઆઉટને કારણે ભારત સેમી ફાઇનલ હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થયું હતું. ૧૧ જાન્યુઆરીએ ન્યુ ઝીલૅન્ડ અને શ્રીલંકા વચ્ચે ઑકલૅન્ડમાં ત્રીજી વન-ડે મૅચ રમાશે ત્યારે ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડ તેનું વિશેષ સન્માન કરવાની તૈયારી કરી રહ્યું છે. 



માર્ટિન ગપ્ટિલની કરીઅર 

૪૭ ટેસ્ટ

૨૫૮૬ રન

૧૯૮ વન-ડે

૭૩૪૬ રન

૧૨૨ T20

૩૫૩૧ રન


Whatsapp-channel Whatsapp-channel

09 January, 2025 09:36 AM IST | Hamilton | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK