અનુભવી બૅટર કેન વિલિયમસન મૅચ રમવા માટે ફિટ છે
ટેસ્ટ-સિરીઝની ટ્રોફી સાથે બન્ને ટીમના કૅપ્ટન્સ
આજથી ન્યુ ઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડ વચ્ચે ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ થઈ છે. ભારતીય સમય અનુસાર પહેલી ટેસ્ટ સવારે ૩.૩૦ વાગ્યાથી શરૂ થવાની હતી. અનુભવી બૅટર કેન વિલિયમસન મૅચ રમવા માટે ફિટ છે એથી ન્યુ ઝીલૅન્ડની ટીમે તેની જગ્યા કરવા માટે ભારત સામેની ટેસ્ટ-સિરીઝમાં પ્લેયર ઑફ ધ સિરીઝ બનેલા વિલ યંગને ડ્રૉપ કરવાનો નિર્ણય લીધો હતો. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ સુધી પહોંચવાના અરમાન સાથે બન્ને ટીમ દિવંગત ક્રિકેટર્સની યાદમાં તૈયાર થયેલી ક્રો-થૉર્પ ટ્રોફી જીતવા માટે પણ મેદાનમાં ઊતરશે.
ટેસ્ટનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૧૧૨ |
ઇંગ્લૅન્ડની જીત |
૫૨ |
ન્યુ ઝીલૅન્ડની જીત |
૧૩ |
ડ્રૉ |
૪૭ |
ADVERTISEMENT