કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટ બદલ ક્રિકેટ બોર્ડના રાજીવ શુક્લાને મળી નોટિસ
રાજીવ શુક્લા
ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ના નવા ચૂંટાયેલા વાઇસ પ્રેસિડન્ટ રાજીવ શુક્લા સામે મધ્ય પ્રદેશ ક્રિકેટ અસોસિએશનના ભૂતપૂર્વ સભ્ય સંદીપ ગુપ્તાએ કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટનો આરોપ મૂક્યો હતો. શુક્લા વિરુદ્ધની આ ફરિયાદ બીસીસીઆઇના ઍથિક્સ ઑફિસર ડી. કે. જૈન પાસે પહોંચતાં તેમણે રાજીવ શુક્લાને નોટિસ મોકલીને ૧૪ દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે.
સંદીપ ગુપ્તાએ આઠમી જાન્યુઆરીએ દાખલ કરેલી ફરિયાદ મુજબ રાજીવ શુક્લા ઉત્તર પ્રદેશ ક્રિકેટ અસોસિએશનના ડિરેક્ટર છે અને હવે તેઓ ક્રિકેટ બોર્ડમાં વાઇસ પ્રેસિડેન્ટ બની જતાં હિતના ટકરાવનો આ મામલો બન્યો છે.
ADVERTISEMENT
સંદીપ ગુપ્તા આ પહેાં પણ કૅપ્ટન વિરાટ કોહલી, ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી તેમ જ ભૂતપૂર્વ ક્રિકેટરો સચિન તેન્ડુલકર, રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણ વિરુદ્ધ પણ આવા જ મામલે ફરિયાદ કરી ચૂક્યા છે.

