ગયા વર્ષે ન્યુ ઝીલૅન્ડનો સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ મેળવી ન શકનાર આ ૩૫ વર્ષના મુંબઈકરે હવે આ લિસ્ટમાં એન્ટ્રી મારી છે
એજાઝ પટેલ
૨૦૨૧ની ૩ ડિસેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં ન્યુ ઝીલૅન્ડ અને ભારત વચ્ચે રમાયેલી ટેસ્ટમૅચ લગભગ દરેક મુંબઈકરને યાદ હશે. આ મૅચમાં ન્યુ ઝીલૅન્ડ માટે રમનાર મુંબઈમાં જન્મેલા એજાઝ પટેલે ભારતીય બૅટિંગ લાઇનઅપને ધરાશાયી કરી નાખી હતી. તેણે પહેલી ઇનિંગ્સમાં તમામ ૧૦ વિકેટ અને બીજી ઇનિંગ્સમાં ચાર વિકેટ ઝડપીને પોતાની ટેસ્ટ-કરીઅરનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ગયા વર્ષે ન્યુ ઝીલૅન્ડનો સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ મેળવી ન શકનાર આ ૩૫ વર્ષના મુંબઈકરે હવે આ લિસ્ટમાં એન્ટ્રી મારી છે. રચિન રવીન્દ્ર સિવાય ભારતીય મૂળના ઈશ સોઢીને પણ લિસ્ટમાં સ્થાન મળ્યું છે.