Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કુલ ૧૪,૫૦૫ બૉલથી આવું લખીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ‍્સમાં સ્થાન મેળવ્યું મુંબઈ ક્રિકેટ અસોસિએશને

કુલ ૧૪,૫૦૫ બૉલથી આવું લખીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ‍્સમાં સ્થાન મેળવ્યું મુંબઈ ક્રિકેટ અસોસિએશને

Published : 24 January, 2025 07:03 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાનખેડે સ્ટેડિયમમાં ૧૯૭૫માં સૌપ્રથમ ઇન્ટરનૅશનલ મૅચ ૨૩થી ૨૯ જાન્યુઆરી સુધી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ હતી

તસવીર : શાદાબ ખાન

તસવીર : શાદાબ ખાન


મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA) દ્વારા ગઈ કાલે એક અનોખો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ રચવામાં આવ્યો હતો. વાનખેડેમાં પ્રથમ ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ એની ગઈ કાલે પચાસમી વર્ષગાંઠ હતી અને એ નિમિત્તે MCAએ ‘લાર્જેસ્ટ ક્રિકેટ બૉલ સેન્ટેન્સ’ એટલે કે ક્રિકેટના બૉલનો ઉપયોગ કરીને બનાવેલા સૌથી લાંબા વાક્યનો વિક્રમ સરજ્યો હતો. MCA દ્વારા ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં કુલ ૧૪,૫૦૫ રેડ ઍન્ડ વાઇટ બૉલનો ઉપયોગ કરીને FIFTY YEARS OF WANKHEDE STADIUM. લખવામાં આવ્યું હતું. MCA હવે આ બૉલ સ્કૂલો, ક્લબ્સ અને સ્વૈચ્છિક સંસ્થાઓના આશાસ્પદ ક્રિકેટરોને આપી દેશે. વાનખેડે સ્ટેડિયમમાં ૧૯૭૫માં સૌપ્રથમ ઇન્ટરનૅશનલ મૅચ ૨૩થી ૨૯ જાન્યુઆરી સુધી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ હતી.


ક્યા શબ્દ માટે કેટલા બૉલ વપરાયા?

FIFTY

૧૯૦૨

YEARS

૨૮૩૧

OF

૧૦૬૬

WANKHEDE

૪૯૯૦

STADIUM

૩૬૭૨

પૂર્ણવિરામ (.)

૪૪

કુલ

૧૪,૫૦૫



 


Whatsapp-channel Whatsapp-channel

24 January, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK