Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મુંબઈમાં જન્મેલા આયુષ શુક્લાએ હૉન્ગકૉન્ગ માટે T20માં ચાર મેઇડન ઓવર ફેંકવાની કમાલ કરી બતાવી

મુંબઈમાં જન્મેલા આયુષ શુક્લાએ હૉન્ગકૉન્ગ માટે T20માં ચાર મેઇડન ઓવર ફેંકવાની કમાલ કરી બતાવી

Published : 01 September, 2024 11:06 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૦૨માં મુંબઈમાં જન્મેલો આયુષ શુક્લા એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


હૉન્ગકૉન્ગનો ફાસ્ટ બોલર આયુષ શુક્લા T20 ઇન્ટરનૅશનલમાં ૪ મેઇડન ઓવર ફેંકનાર વિશ્વનો ત્રીજો બોલર બની ગયો છે. મૉન્ગોલિયા સામે રમાયેલી T20 વર્લ્ડ કપ એશિયા ક્વૉલિફાયર-A મૅચમાં હૉન્ગકૉન્ગની ટીમે પ્રથમ બોલિંગ કરી હતી, જે દરમ્યાન આયુષ શુક્લાએ એક પછી એક સતત ચાર ઓવર ફેંકી અને એક પણ રન ન આપ્યો. ૨૦૦૨માં મુંબઈમાં જન્મેલો આયુષ શુક્લા એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. ૨૦૨૨ના એશિયા કપમાં તે રોહિત શર્માને આઉટ કરીને ચર્ચામાં આવ્યો હતો.


ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ચાર મેઇડન ઓવર્સ ફેંકવાનો રેકૉર્ડ આ પહેલાં પનામાના સાદ બિન જફર (2021) અને ન્યુ ઝીલૅન્ડના લૉકી ફગ્યુર્સને (2024) બનાવ્યો હતો. ૨૧ વર્ષનો આયુષ ૨૦૨૨થી ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમી રહ્યો છે અને તેણે ૩૫ મૅચમાં કુલ ૩૦ વિકેટ ઝડપી છે. ક્રિકેટમાં કરીઅર આગળ વધારવા માટે તે હૉન્ગકૉન્ગ શિફ્ટ થયો હતો. 



૧૦ બૉલમાં ખેલ ખતમ


આ મૅચમાં મૉન્ગોલિયા ૧૪.૨ ઓવરમાં ૧૭ રન બનાવી ઑલઆઉટ થયું હતું જે પુરુષોની T20 ઇન્ટરનૅશનલનો ત્રીજો સૌથી ઓછો સ્કોર હતો જેના સામે હૉન્ગકૉન્ગની ટીમે એક વિકેટ ગુમાવીને ૧૦ બૉલમાં ૧૮ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ૧૧૦ બૉલ પહેલાં મળેલી આ જીત બાકી બૉલના મામલે પુરુષોની T20 ઇન્ટરનૅશનલની ત્રીજી સૌથી મોટી જીત હતી. હૉન્ગકૉન્ગનો સ્પિનર એહસાન ખાન આ મૅચમાં ત્રણ ઓવરમાં પાંચ રન આપીને ચાર વિકેટ લેવામાં સફળ રહ્યો હતો જેના કારણે તે પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2024 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK