ગુજરાત સામેની મૅચમાં ૧૯મી ઓવરમાં ચેન્નઈના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ લેગ સાઇડ પર ડાઇવ લગાવી હતી, ત્યાર બાદ તેના પગમાં દુખાવો થયો હતો, જે જોઈને ધોનીના પ્રશંસકો ચિંતાતુર થયા હતા.
ધોનીની ઈજા ગંભીર નથી
ગુજરાત સામેની મૅચમાં ૧૯મી ઓવરમાં ચેન્નઈના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ લેગ સાઇડ પર ડાઇવ લગાવી હતી, ત્યાર બાદ તેના પગમાં દુખાવો થયો હતો, જે જોઈને ધોનીના પ્રશંસકો ચિંતાતુર થયા હતા. જોકે થોડીક વારમાં જ તે ફરીથી ઍક્શનમાં જોવા મળ્યો હતો. મૅચ પૂરી થયા બાદ ટીમના કોચ સ્ટીફન ફ્લેમિંગે ઈજા વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘ધોની ઘણા સમયથી રમે છે. ખબર નહીં આ વાત ક્યાંથી આવી છે. માત્ર નાનકડી ઈજા હતી. ઘૂંટણની ઈજા નથી. તે ૧૫ વર્ષ પહેલાં જેટલો સ્ફૂર્તિલો હાલ નથી, પરંતુ હજી પણ ટીમનો એક મહાન લીડર છે તેમ જ સારી બૅટિંગ પણ કરે છે.’