Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > MS Dhoniનું ટીમ ઇન્ડિયામાં થશે કમબૅક! T20માં કઈ રીતે થશે બેડો પાર, BCCIનો પ્લાન?

MS Dhoniનું ટીમ ઇન્ડિયામાં થશે કમબૅક! T20માં કઈ રીતે થશે બેડો પાર, BCCIનો પ્લાન?

Published : 15 November, 2022 07:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હાર્દિક પંડ્યાને ટી 20 ફૉર્મેટના કૅપ્ટન બનાવવા હોય, કે પછી ટી-20 અને વનડેમાં અલગ અલગ કૅપ્ટન, કોચ લાવવા. એવી પણ ચર્ચાઓ થઈ રહી છે.

મહેન્દ્ર સિંહ ધોની (ફાઈલ તસવીર)

મહેન્દ્ર સિંહ ધોની (ફાઈલ તસવીર)


ટી-20 વર્લ્ડ કપ (T-20 Worlld Cup 2022) 2022માં ટીમ ઇન્ડિયાને (Team India lost in Semi-Final) સેમીફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો અને ફરી એકવાર વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટી ગયું. આ વખતે મળેલી હારે દરેકને હલબલાવી મૂક્યા, આ જ કારણ છે કે ટીમ ઇન્ડિયાની ટી-20 રમતને સંપૂર્ણ રીતે બદલવાની વાત કરવામાં આવી રહી છે. પ્રશ્ન એ છે કે શું બીસીસીઆઇ સંપૂર્ણ રીતે તૈયાર છે હજી મોટા ફેરફાર કરવા માટે શું પગલાં લેવામાં આવશે.


ટેલીગ્રાફના રિપૉર્ટ મુજબ, બીસીસીઆઈ દ્વારા ટી-20 ફૉર્મેટમાં નવો જીવ ફૂંકવા માટે કેટલા પગલાં લેવાને લઈને ચર્ચા થઈ રહી છે. આમાં હાર્દિક પંડ્યાને ટી 20 ફૉર્મેટના કૅપ્ટન બનાવવા હોય, કે પછી ટી-20 અને વનડેમાં અલગ અલગ કૅપ્ટન, કોચ લાવવા. એવી પણ ચર્ચાઓ થઈ રહી છે.



પણ આ દરમિયાન જે મોટી વાત સામે આવી છે તે છે કે બીસીસીઆઇ ફરી એકવાર પૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ટીમ ઇન્ડિયા સાથે જોડવા માગે છે. આઈસીસી ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાએ કેવી રીતે ક્રિકેટ રમવી જોઈએ, આને લઈને મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં જવાબદારી સોંપવામાં આવી શકે છે.


શું હશે એમએસ ધોનીનો રોલ?
MS ધોનીને ટી 20 વર્લ્ડ કપ 2021મ માટે પણ ટીમના મેન્ટર તરીકે જોડવામાં આવ્યા હતા, પણ તે માત્ર એક ટૂર્નામેન્ટની વાત હતી અને એકાએક આમ થવાની કોઈ મોટી અસર દેખાઈ નહોતી. પણ આ વખતે વાત પરમનન્ટ કરવાની થઈ રહી છે, જેથી ત્રણ આઈસીસી ટૂર્નામેન્ટ જીતનારા એકમાત્ર કેપ્ટન એમએસ ધોનીનું માર્ગદર્શન ટીમ ઇન્ડિયાને મળી શકે.

રિપૉર્ટ પ્રમાણે, એમએસ ધોની આઇપીએલ 2023 પછી આઇપીએલને અલવિદા કહી શકે છે. એવામાં તેમની પાસે સમય હશે અને બીસીસીઆઇ તેમની પાસેથી ટી 20 ફૉર્મેટમાં ટીમ ઇન્ડિયા સાથે કામ કરવા માટે કહી શકે છે. કારણકે હેડ કોચ રાહુલ દ્રવિડ માટે ત્રણેય ફૉર્મેટમાં એક સાથે કામ કરવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે.


તરત મોટા ફેરફાર કરશે બીસીસીઆઈ?
ટીમ ઇન્ડિયાને ટી 20 વર્લ્ડ કપ 2022માં હાર્યાને એક અઠવાડિયું પણ નથી થયું અને એકાએક અટકળોને વેગ મળ્યો છે. એવામાં શું બીસીસીઆઇ ઉતાવળે કોઈ નિર્ણય લેશે કે વસ્તુઓને આરામથી હેન્ડલ કરવામાં આવશે. જણાવવાનું કે ટી 20નું આગામી વર્લ્ડ કપ 2024માં છે. પણ તે પહેલા 2023માં વનડે વર્લ્ડ કપ છે. એવામાં શું બૉર્ડ અત્યારથી જ મિશનમાં લાગી ગયું છે અને રોહિત શર્માની કૅપ્ટનશિપ પર વીજ ગરજશે?

આ પણ વાંચો : કિરોન પોલાર્ડે IPLમાંથી લીધું રિટાયરમેન્ટ, પણ MIએ સોંપી મોટી જવાબદારી

જણાવવાનું કે ટીમ ઇન્ડિયા આ વખતે રોહિત શર્માની આગેવાનીમાં ટી 20 વર્લ્ડ કપ રમવા ઑસ્ટ્રેલિયા પહોંચી હતી. ભારતીય ટીમે અહીં સેમીફાઈનલ સુધીનો સફર ખેડ્યો, પણ આગળ વધી શકી નહીં. સેમીફાઈનલમાં ટીમ ઇન્ડિયાને ઇંગ્લેન્ડે 10 વિકેટથી માત આપી અને ભારતના ટી 20 વર્લ્ડ કપ જીતવાનું સપનું તોડી દીધું. ભારત છેલ્લે ટી 20 વર્લ્ડ કપ 2007માં અને છેલ્લે કકોઈ આઈસીસી ટ્રૉફી વર્ષ 2013માં જીત્યું હતું, બન્ને વખતે મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઇન્ડિયાના કૅપ્ટન હતા.

Whatsapp-channel Whatsapp-channel

15 November, 2022 07:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK