IPL 2019માં ગુસ્સામાં મેદાન પર આવવાની ઘટનાને પોતાની મોટી ભૂલ ગણાવી
IPL 2019
IPL 2019માં રાજસ્થાન રૉયલ્સ સામેની એક મૅચ દરમ્યાન અમ્પાયર્સના એક નિર્ણયના વિરોધમાં ચેન્નઈ સુપર કિંગ્સનો એ સમયનો કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ગુસ્સામાં પૅવિલિયનથી પિચ તરફ દોડી આવ્યો હતો. આ હરકત બદલ તેની ૫૦ ટકા મૅચ-ફી કાપી લેવામાં આવી હતી અને કૅપ્ટન માટે આવું કરવું નૈતિક રીતે યોગ્ય હતું કે કેમ એ વિશે આખી ચર્ચા શરૂ થઈ હતી.
હાલમાં એક પ્રમોશનલ ઇવેન્ટમાં આ ઘટનાને યાદ કરીને ધોનીએ કહ્યું હતું કે ‘હું મેદાનમાં ચાલ્યો ગયો એ એક મોટી ભૂલ હતી. એટલા માટે જ હું કહું છું કે જ્યારે તમે કોઈ વાતથી ખુશ ન હો, જ્યારે તમે થોડા ગુસ્સામાં કે હતાશ હો ત્યારે તમારું મોં બંધ રાખો, થોડા સમય માટે ત્યાંથી દૂર ચાલ્યા જાઓ, ઊંડા શ્વાસ લેવાનો પ્રયાસ કરો. એ પ્રેશરનો સામનો કરવા જેવું છે. જો તમે રિઝલ્ટના પરિણામથી પોતાને દૂર કરી શકો તો એ મદદ કરે છે. તમારી લાગણીએ ક્યારેય તમારા નિર્ણય લેવા પર અસર ન કરવી જોઈએ.’

