ધોની ત્રણ નંબર પર રમ્યો હોત તો, બધા રેકૉર્ડ તોડી નાખ્યા હોત : ગંભીર
ગૌતમ ગંભીર
વિરાટ કોહલીને માસ્ટર ઑફ ચેઝિંગ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ મહેન્દ્ર સિંહ ધોની દુનિયાનો સૌથી બેસ્ટ ફિનિશર તરીકે જાણીતો છે. ગૌતમ ગંભીરનું કહેવું છે કે જો ધોની ત્રણ નંબર પર રમ્યો હોત તો તેણે અત્યાર સુધીના તમામ રેકૉર્ડ તોડી નાખ્યા હોત. રન ચેઝ કરવા માટે વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીમાંથી એકને પસંદ કરવા વિશે પૂછતાં ગંભીરે કહ્યું હતું કે ‘આ બે પ્લેયરને કમ્પેર કરવા ખૂબ મુશ્કેલ છે, કારણ કે એક ત્રણ નંબર પર રમે છે અને એક ૬ અથવા ૭ નંબર પર રમે છે. વર્લ્ડ ક્રિકેટે એક વસ્તુ મિસ કરી છે અને એ છે ત્રણ નંબર પર ધોનીનું રમવું. તેણે ઘણા રન બનાવ્યા હોત અને ઘણા રેકૉર્ડ તોડ્યા હોત. જો ધોનીએ ઇન્ડિયાની કૅપ્ટન્સી ન કરી હોત અને તે ત્રણ નંબર પર રમ્યો હોત તો તે દુનિયાનો સૌથી એક્સાઇટિંગ પ્લેયર હોત.’