Salman Khan in MS Dhoni Birthday: સાતમી જુલાઈએ માહીએ પોતાના 43 માં જન્મદિવસની ઉજવણી કરી હતી.
સલમાન ખાને શૅર કરેલી તસવીર (ઇનસ્ટાગ્રામ)
કેપ્ટન કૂલ અને થાલાના નામે જાણીતો મહેન્દ્ર સિંહ ધોની (Salman Khan in MS Dhoni Birthday) ભારત સહિત દુનિયાના સૌથી મહાન ક્રિકેટર ખેલાડીઓમાંથી એક છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનો આજે બર્થ-ડે છે. સાતમી જુલાઈએ માહીએ પોતાના 43 માં જન્મદિવસની ઉજવણી કરી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ પણ માહીનો ક્રિકેટ પ્રેમીઓમાં ક્રેઝ ઓછો થયો નથી.
એમએસ ધોનીના દુનિયાભરમાં લાખો ફોલોઅર્સ અને ફૅન્સ છે. આ લાખો ફૅન્સે આજે માહીને તેના 43માં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આજે સોશિયલ મીડિયા પર ધોનીના બર્થ-ડેની ઉજવણીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બૉલિવૂડના ભાઈજાન સલમાન ખાન (Salman Khan in MS Dhoni Birthday) પણ પહોચ્યો હતો. ધોનીના બર્થ-ડેની ઉજવણી કરી સલમાન ખાને પણ એક ખાસ પોસ્ટ તેના જન્મદિવસ પર શુભેચ્છા આપી છે. જન્મદિવસના ખાસ અવસર પર માહી અને સાક્ષીનો એક ખાસ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, હવે સોશિયલ મીડિયા પર યાદગાર બની ગયો છે.
ADVERTISEMENT
એમએસ ધોનીને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા, બૉલિવૂડના ભાઈજાન સલમાન ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એમએસ ધોની સાથેના બર્થ-ડે પાર્ટીની (Salman Khan in MS Dhoni Birthday) એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં સલમાન એમએસ ધોનીને વખાણ કરતો દેખાઈ રહ્યો છે. ધોનીએ કેક કાપીને તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. બર્થ-ડેની શુભેચ્છા આપતા સલમાન ખાને કેપ્શન લખ્યું, `હેપ્પી બર્થ ડે કેપ્ટન સાહબ! @mahi7781`.
View this post on Instagram
માહીના જન્મદિવસે કેક કાપવાની વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ધોની સલમાન ખાનને કેક ખવડાવતો જોવા મળી રહ્યો છે. બર્થ-ડે સેલિબ્રેશન દરમિયાન સાક્ષી તેના પતિ એમએસ ધોનીના ચરણ પણ સ્પર્શ કરીને આશીર્વાદ લેતી જોવા મળી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા (Salman Khan in MS Dhoni Birthday) પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ધોનીના બર્થડે પાર્ટીમાં સલમાન ખાન બ્લેક શર્ટ અને જીન્સ પહેરીને જોવા મળ્યો હતો. બર્થડે બૉય ધોનીએ ટી-શર્ટ અને બ્લેક જીન્સ પહેર્યું હતું. આ વીડિયો સાક્ષી ધોનીએ શૅર કરીને માહી માટે હાર્ટ વાળું ઈમોજી પણ પોસ્ટ કરી હતી.
આ સાથે સલમાન ખાન અને ધોનીએ ભારતીય ક્રિકેટ ટીમ (Salman Khan in MS Dhoni Birthday) આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2024 વિજેતા બની હતી ત્યારે પણ ટીમ અને ખેલાડીઓને શુભેચ્છા આપવા માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. સાક્ષી અને સલમાન ખાનની આ પોસ્ટ પર લોકોએ કમેન્ટ્સનો જાણે વરસાદ કર્યો છે. આ સાથે અનેક સેલિબ્રિટીઝે પણ ધોનીને બર્થ-ડેની શુભેચ્છા આપી હતી.

