નેપાલ ક્રિકેટ ટીમ હાલમાં બે અઠવાડિયાં માટે NCAમાં ટ્રેઇનિંગ લઈ રહી છે
મોહમ્મદ શમીએ આપી બોલિંગ-ટિપ્સ
બૅન્ગલોરમાં નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (NCA)માં પોતાની ફિટનેસ પર કામ કરી રહેલા ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ નેપાલી ક્રિકેટર્સને પણ બોલિંગ-ટિપ્સ આપી હતી. નેપાલ ક્રિકેટ ટીમ હાલમાં બે અઠવાડિયાં માટે NCAમાં ટ્રેઇનિંગ લઈ રહી છે. મોહમ્મદ શમી છેલ્લે ગયા વર્ષે વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં રમતો જોવા મળ્યો હતો. આ પછી તે પગની ઈજા અને સર્જરીને કારણે મેદાનથી દૂર હતો. હવે તેની વાપસીને લઈને મોટી અપડેટ સામે આવી છે.
ઑક્ટોબરમાં તે બંગાળની ટીમ માટે રણજી ટ્રોફીની શરૂઆતની મૅચ રમી શકે છે, સાથે જ ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝથી ભારતીય ટીમમાં વાપસી કરી શકે છે. ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે કન્ફર્મ કર્યું છે કે બૉર્ડર-ગાવસકર ટ્રોફી સમયે ટીમને મોહમ્મદ શમીના અનુભવની જરૂર છે એથી મોહમ્મદ શમી ઑસ્ટ્રેલિયામાં ધમાલ મચાવતો જોવા મળે એની પૂરેપૂરી શક્યતા છે.