સૌથી ઓછા બૉલમાં આ સિદ્ધિ મેળવવા મામલે તેણે ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક (૫૨૪૦ બૉલ)નો રેકૉર્ડ તોડ્યો હતો.
મોહમ્મદ શમી
બંગલાદેશ સામે ચૅમ્પિયન્સ ટ્રોફીની મૅચમાં ૫૩ રન આપીને પાંચ વિકેટ લેનાર મોહમ્મદ શમીએ અનેક કીર્તિમાન બનાવ્યાં હતાં. તે ચૅમ્પિયન્સ ટ્રોફીની ડેબ્યુ મૅચમાં પાંચ વિકેટ લેનાર પહેલો ભારતીય બોલર બન્યો હતો. આ ટુર્નામેન્ટમાં એક મૅચમાં પાંચ વિકેટ લેનાર તે પહેલો ભારતીય ફાસ્ટ બોલર પણ બન્યો હતો. ઉપરાંત ૫૧૨૬ બૉલમાં ૨૦૦ વન-ડે વિકેટ પૂરી કરનાર વિશ્વનો ફાસ્ટેસ્ટ બોલર બન્યો હતો. સૌથી ઓછા બૉલમાં આ સિદ્ધિ મેળવવા મામલે તેણે ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક (૫૨૪૦ બૉલ)નો રેકૉર્ડ તોડ્યો હતો.
પાંચ વિકેટ લીધા બાદ મોહમ્મદ શમીએ આકાશમાં જોઈને ફ્લાઇંગ કિસ સેલિબ્રેશન કર્યું હતું. એ બાબતે ખુલાસો કરતાં તેણે કહ્યું હતું કે ‘તે મારા પપ્પા માટે છે, કારણ કે તેઓ મારા રોલ-મૉડલ છે. તેઓ હંમેશાં મારી સાથે છે.’
ADVERTISEMENT
શમીના પપ્પાનું ૨૦૧૭માં અવસાન થયું હતું. તેણે મૅચ બાદ કહ્યું હતું કે ‘ICC ટુર્નામેન્ટમાં જો મારા બૉલ પર રન બને છે એ ઠીક છે, પણ મને વિકેટ પણ મળવી જોઈએ. ટીમને એનો ફાયદો થશે. હું હંમેશાં આ વિશે વિચારતો રહું છું. જે માનસિકતાથી વિજય મળ્યો એ જ માનસિકતા સાથે રમવું મહત્ત્વપૂર્ણ છે. ICC ટુર્નામેન્ટ કે કોઈ ખાસ ઇન્ટરનૅશનલ મૅચ વિશે વધારે વિચારવાની જરૂર નથી.’

