૨૩ વર્ષની લાંબી કરીઅર બાદ મહિલાઓની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર મિતાલીએ ગયા વર્ષે નિવૃત્તિ લીધી હતી.
મિતાલી રાજ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કૅપ્ટન મિતાલી રાજની આ વર્ષે માર્ચ-એપ્રિલથી શરૂ થનારી વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)ની ગુજરાત જાયન્ટ્સ ટીમે મેન્ટર અને સલાહકાર તરીકે નિમણૂક કરી છે.
૨૩ વર્ષની લાંબી કરીઅર બાદ મહિલાઓની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર મિતાલીએ ગયા વર્ષે નિવૃત્તિ લીધી હતી. ટીમની મેન્ટર તરીકે મિતાલી ગુજરાતમાં મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા ઉપરાંત પ્રાથમિક સ્તરે રમતના વિકાસમાં મદદ કરશે.
અદાણી સ્પોર્ટ્સ લાઇને તાજેતરમાં ૧૨૮૯ કરોડના ખર્ચે અમદાવાદની ટીમ ખરીદી હતી. મિતાલીએ કહ્યું કે ભારતીય ક્રિકેટ બોર્ડની આ પહેલ મહિલા ક્રિકેટના વિકાસમાં મદદરૂપ બનશે અને યુવા ખેલાડીઓને ક્રિકેટને
એક કારકિર્દી તરીકે પસંદ કરવા માટે પ્રોત્સાહિત કરશે. હાલ વિમેન્સ ક્રિકેટનો વિકાસ સાતત્યપૂર્ણ રીતે થઈ રહ્યો છે.
અદાણી એન્ટરપ્રાઇઝના ડિરેક્ટર પ્રણવ અદાણીએ મિતાલીને રોલ મૉડલ ગણાવી હતી અને એવી આશા વ્યક્ત કરી હતી કે તેની
હાજરી માત્ર ક્રિકેટમાં જ નહીં, અન્ય સ્પોર્ટ્સમાં પણ નવી પ્રતિભાઓને આકર્ષવામાં મદદરૂપ થશે.