ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે વ્યક્તિગત કારણોસર ટુર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો ત્યારે ચર્ચા શરૂ થઈ
મિચલ સ્ટાર્ક અને અલિઝા હીલી
ઑસ્ટ્રેલિયાનું ક્રિકેટ-કપલ મિચલ સ્ટાર્ક અને અલિઝા હીલીએ હાલમાં મોટી ટુર્નામેન્ટ પહેલાં અંગત કારણોસર બ્રેક લીધો છે. ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે વ્યક્તિગત કારણોસર ટુર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો ત્યારે ચર્ચા શરૂ થઈ કે તેની પત્ની અને ઑસ્ટ્રેલિયાની કૅપ્ટન અલિઝા હીલી પ્રેગ્નન્ટ હોઈ શકે છે.
આ સમાચાર વિશે સ્પષ્ટતા કરતાં હીલીએ એક પોડકાસ્ટમાં કહ્યું કે ‘સ્ટાર્ક સાથે કંઈ ખોટું નથી થયું, તેને ફક્ત આરામની જરૂર છે. કોઈકે સૂચવ્યું હતું કે કદાચ હું ગર્ભવતી છું, પણ હું તમને ખાતરી આપી શકું છું કે હું પ્રેગ્નન્ટ નથી.’
ADVERTISEMENT
હીલી ઇન્જરીને કારણે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની વર્તમાન સીઝનમાંથી બહાર થઈ હતી.

