ઇંગ્લૅન્ડ સામે એશિઝમાં ૧૦મી ટેસ્ટ-મૅચ રમી રહેલી હીલી ૧૬૨ T20 અને ૧૧૫ વન-ડે મૅચ રમી છે, જ્યારે શ્રીલંકામાં ૯૫મી ટેસ્ટ-મૅચ રમી રહેલા મિચલ સ્ટાર્કે ૬૫ T20 અને ૧૨૭ વન-ડે પણ રમી છે.
મિચલ સ્ટાર્ક અને અલીઝા હીલી
ક્રિકેટ ઑસ્ટ્રેલિયાનું સ્ટાર કપલ, ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક અને વિમેન્સ ટીમની કૅપ્ટન અલીઝા હીલી એક જ સમય પર પોતપોતાની ૨૮૭મી ઇન્ટરનૅશનલ મૅચ રમી રહ્યાં છે. ૨૦૧૦થી ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમી રહેલું આ કપલ એક જ સમયે ટેસ્ટ-મૅચ રમનાર પહેલું મૅરિડ કપલ બની ગયું છે. ઇંગ્લૅન્ડ સામે એશિઝમાં ૧૦મી ટેસ્ટ-મૅચ રમી રહેલી હીલી ૧૬૨ T20 અને ૧૧૫ વન-ડે મૅચ રમી છે, જ્યારે શ્રીલંકામાં ૯૫મી ટેસ્ટ-મૅચ રમી રહેલા મિચલ સ્ટાર્કે ૬૫ T20 અને ૧૨૭ વન-ડે પણ રમી છે.

