લખનઉમાં ગઈ કાલે લખનઉ સુપર જાયન્ટ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટથી હરાવ્યું હતું. હૈદરાબાદે ૧૨૧ રન બનાવ્યા બાદ લખનઉઅે પાંચ વિકેટના ભોગે ૧૨૭ રન બનાવ્યા હતા.
મિશ્રા-કૃણાલે લખનઉને અપાવ્યો વિજય
લખનઉમાં ગઈ કાલે લખનઉ સુપર જાયન્ટ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટથી હરાવ્યું હતું. હૈદરાબાદે ૧૨૧ રન બનાવ્યા બાદ લખનઉઅે પાંચ વિકેટના ભોગે ૧૨૭ રન બનાવ્યા હતા. અે પહેલાં, લખનઉના બોલર્સે અને એમાં ખાસ કરીને કૃણાલ પંડ્યા (૪-૦-૧૮-૩) અને પીઢ સ્પિનર અમિત મિશ્રા (૪-૦-૨૩-૨)એ સનરાઇઝર્સ હૈદરાબાદના બૅટર્સને કાબૂમાં રાખ્યા હતા જેને કારણે હૈદરાબાદની ટીમ સમયાંતરે વિકેટ ગુમાવતાં છેવટે એનો સ્કોર ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૨૧ રન સુધી સીમિત રહ્યો હતો. રવિ બિશ્નોઇ (૪-૦-૧૬-૧) અને યશ ઠાકુર (૨-૦-૨૩-૧)ની બોલિંગ પણ કૅપ્ટન રાહુલ માટે ઉપયોગી સાબિત થઈ હતી. હૈદરાબાદની ટીમમાં રાહુલ ત્રિપાટીના ૩૪ રન હાઇએસ્ટ હતા. નવા કૅપ્ટન માર્કરમ (૦)ને કૃણાલે પહેલા જ બૉલમાં ક્લીન બોલ્ડ કરી દેતાં માર્કરમનું કમબૅક નિરાશાજનક બનાવ્યું હતું.