નવમી ઓવરમાં ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે આવેલો તિલક વર્મા ૨૩ બૉલમાં બે ચોગ્ગાની મદદથી પચીસ રન જ ફટકારી શક્યો હતો.
તિલક વર્મા
શુક્રવારે એકાના સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સના યંગ બૅટર તિલક વર્માએ ઓગણીસમી ઓવરમાં રિટાયર્ડ આઉટ થઈને સૌને ચોંકાવી દીધા હતા, જ્યારે કોઈ પ્લેયર અમ્પાયરની પરવાનગી વગર રમત છોડી મેદાન છોડવાનો નિર્ણય લે છે ત્યારે તે રિટાયર્ડ આઉટ જાહેર થાય છે. નવમી ઓવરમાં ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે આવેલો તિલક વર્મા ૨૩ બૉલમાં બે ચોગ્ગાની મદદથી પચીસ રન જ ફટકારી શક્યો હતો. તે મુંબઈ માટે IPLમાં રિટાયર્ડ આઉટ થનાર પહેલો પ્લેયર બન્યો છે. રવીચન્દ્રન અશ્વિન, અથર્વ તાઇડે અને સાઈ સુદર્શન બાદ તે આ રીતે આઉટ થનાર ચોથો પ્લેયર છે. લખનઉ સામે બે પ્લેયર આ રીતે મૅચમાંથી આઉટ થયા છે.
IPLમાં રિટાયર્ડ આઉટ થનાર પ્લેયર્સ
૨૦૨૨માં લખનઉ સામે આર. અશ્વિન (RR)
૨૦૨૩માં દિલ્હી સામે અથર્વ તાઇડે (PBKS)
૨૦૨૩માં મુંબઈ સામે સાઈ
સુદર્શન (GT)
૨૦૨૫માં લખનઉ સામે
તિલક વર્મા (MI)

