કાર અને સુપર બાઈક્સના શોખીન એમએસ ધોની (M S Dhoni)એ ટેક્ટર ચલાવ્યો છે. તેણે ખેતીના પોતાના શોખને એક નવા સ્તરે લઈ જતા પોતે ટ્રેક્ટરથી ખેતર ખેડ્યું છે.
ફાઈલ તસવીર
પૂર્વ ભારતીય કૅપ્ટન એમએસ ધોની (MS Dhoni)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ રાંચીમાં એક શાંત જીવન વિતાવવાનો નિર્ણય લીધો. જ્યારે ધોની ટીમ ઈન્ડિયાનો કૅપ્ટન હતો, ત્યારે તેણે એક અતિ વ્યસ્ત જીવન જોયું છે. જેમાં રાષ્ટ્રીય ટીમ સાથે ઘરગથ્થૂ અને વિદેશી પ્રવાસ, ફિટનેસને ટૉપ પર રાખવા માટે જિમ અને સતત પ્રેક્ટિસ જેવા ઉર્જાવાન કાર્યોમાં સામેલ રહ્યો. આ બધા વચ્ચે ભારતને બે વાર વર્લ્ડ કપ ટ્રોફી જીતાડનાર કૅપ્ટનનો અલગ અલગ બિઝનેસ ટૂર્સ સાથે પણ સંબંધ રહ્યો. માહી ઈચ્છે તો પણ ક્યારેય મીડિયાથી દૂર રહી શકે નહીં, પણ હવે જ્યારે તેને શાંત જીવન જીવવાની તક મળી છે તો તે પોતાના શોખ પૂરા કરી રહ્યો છે.
કાર અને સુપર બાઈક્સના શોખીન એમએસ ધોની (M S Dhoni)એ ટેક્ટર ચલાવ્યો છે. તેણે ખેતીના પોતાના શોખને એક નવા સ્તરે લઈ જતા પોતે ટ્રેક્ટરથી ખેતર ખેડ્યું છે. સામાન્ય રીતે સોશિયલ મીડિયાથી દૂર રહેનાર ધોનીએ બુધવારે ઈન્સ્ટાગ્રામ (M S Dhoni Instgram) પર ખેતર ખેડતો હોય તે દરમિયાનનો વીડિયો શૅર કર્યો છે. આ પોસ્ટની સાથે તેણે લખ્યું, "કંઇક નવું શીખવું ગમ્યું પણ કામ પૂરું કરવામાં ઘણો સમય લાગી ગયો."
ADVERTISEMENT
View this post on Instagram
ધોનીએ આ પહેલા પણ પોતાના ફાર્મની સ્ટ્રૉબેરીને વીડિયો શૅર કર્યો હતો. જેમાં તેણે લખ્યં હતું, "જો હું ખેતરમાં જતો રહીશ તો માર્કેટ માટે એક પણ સ્ટ્રૉબેરી નહીં વધે."
View this post on Instagram
ધોનીએ તાજેતરમાં જ મુંબઈમાં સૌરવ ગાંગુલી સાથે મુલાકાત કરી હતી અને તેમની મુલાકાતની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ચર્ચામાં આવેલી તસવીરોમાં બન્ને દિગ્ગજ ક્રિકેટરોને લાંબી વાતચીત કરતા જોઈ શકાય છે. તેમની મુલાકાતની તસવીરો ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Suoer Kings)એ પોતાના ટ્વિટર હેન્ડલ પર શૅર કરી હતી.
આ પણ વાંચો : ધોની અને ગાંગુલીએ મારા જીવનમાં બહુ મોટી ભૂમિકા ભજવી છે : હરમનપ્રીત
ધોની ટી20 ટૂર્નામેન્ટની આગામી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝીનું નેતૃત્વ કરશે અને આ તેની છેલ્લી (IPL 2023) હોઈ શકે છે. CSKનું નેતૃત્વ કરતા તેણે અત્યાર સુદી ચાર IPL અને બે ચેમ્પિયન્સ લીગના ખિતાબ જીત્યા છે.