પાકિસ્તાન સુપર લીગમાં સતત બે મહિના રમ્યા બાદ થાકને લીધે તે IPLમાંથી ખસી ગયો હતો
મૅટ હેન્રી
લખનઉ સુપર જાયન્ટ્સે ગઈ કાલે ઇંગ્લૅન્ડના પેસબોલર ડેવિડ વિલીના સ્થાને ન્યુ ઝીલૅન્ડના પેસબોલર મૅટ હેન્રીને ટીમમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી. ગઈ સીઝનમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વતી રમનાર વિલીને લખનઉએ ઑક્શનમાં બે કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અબુ ધાબી અને પાકિસ્તાન સુપર લીગમાં સતત બે મહિના રમ્યા બાદ થાકને લીધે તે IPLમાંથી ખસી ગયો હતો. લખનઉએ હેન્રીને તેની બેઝ-પ્રાઇસ ૧.૨૫ કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો. IPLમાં હેન્રીની આ ત્રીજી ટીમ છે, આ પહેલાં તે ચેન્નઈ અને પંજાબ વતી રમી ચૂક્યો છે.