ડ્રેસિંગ રૂમમાં આવતાં પહેલાં તેઓ વિશાખાપટનમના મેદાન પર કૅપ્ટન રિષભ પંત અને હેડ કોચ જસ્ટિન લૅન્ગર સાથે પણ ચર્ચા કરતા જોવા મળ્યા હતા
પોતાની પત્ની, ટીમના કૅપ્ટન અને હેડ કોચ સાથે મૅચની ચર્ચા કરતા સંજીવ ગોયનકા.
ગઈ સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મોટી હાર બાદ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ના માલિક સંજીવ ગોયનકાએ મેદાન પર એ સમયના કૅપ્ટન કે. એલ. રાહુલને બરાબર ખખડાવ્યો હતો. આ વર્તન બાદ તેમને સોશ્યલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો, પણ દિલ્હી કેપિટલ્સ (DC) સામે લખનઉની હૅટ-ટ્રિક હાર બાદ તેઓ ડ્રેસિંગ રૂમમાં ટીમનું મનોબળ વધારવા પહોંચ્યા હતા.
ફ્રૅન્ચાઇઝીએ શૅર કરેલા વિડિયોમાં સંજીવ ગોયનકા કહે છે, ‘આ મૅચમાંથી મને બૅટિંગ અને બોલિંગ બન્નેમાં ઘણી સકારાત્મક બાબતો મળી. પાવરપ્લેમાં આપણે જે રીતે પ્રદર્શન કર્યું, બૅટિંગ અને બોલિંગ બન્નેમાં એ શાનદાર હતું. આવી ઘટના બનતી રહે છે. આપણે એક યુવા ટીમ છીએ, ચાલો સકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીએ અને આગળ વધીએ. મને આશા છે કે હવે પછી વધુ સારાં રિઝલ્ટ મળશે. હા, આ નિરાશાજનક રિઝલ્ટ, પણ શાનદાર રમત, શાનદાર પ્રદર્શન.’
ADVERTISEMENT
ડ્રેસિંગ રૂમમાં આવતાં પહેલાં તેઓ વિશાખાપટનમના મેદાન પર કૅપ્ટન રિષભ પંત અને હેડ કોચ જસ્ટિન લૅન્ગર સાથે પણ ચર્ચા કરતા જોવા મળ્યા હતા.
LSGના કૅપ્ટન્સી ડેબ્યુ પર કૅપ્ટનનું પ્રદર્શન
કે. એલ. રાહુલ (૨૦૨૨માં ગુજરાત સામે) - ત્રણ બૉલમાં ઝીરો
કૃણાલ પંડ્યા (૨૦૨૩માં ચેન્નઈ સામે) - એક બૉલમાં ઝીરો
નિકોલસ પૂરન (૨૦૨૪માં પંજાબ સામે) - ૨૧ બૉલમાં ૪૨ રન
રિષભ પંત (૨૦૨૫માં દિલ્હી સામે) - છ બૉલમાં ઝીરો

