લોકેશ રાહુલ આઇપીએલમાં સૌથી ઝડપી માત્ર ૧૦૫ ઇનિંગ્સમાં ૪૦૦૦ રન ફટકારનાર ખેલાડી બન્યો છે.
લોકેશ રાહુલ
શિખર ધવન ઈજાગ્રસ્ત થતાં તેને બદલે પંજાબના સ્ટૅન્ડ-ઇન-કૅપ્ટન બનેલા ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર સૅમ કરૅને લખનઉની ૪ ઓવરમાં ૩૧ રન આપીને ત્રણ વિકેટ ઝડપીને એની રનગતિને અંકુશમાં રાખી હતી, જેને કારણે કૅપ્ટન લોકેશ રાહુલના ૭૪ રન છતાં લખનઉની ટીમ ૮ વિકેટે ૧૫૯ રન જ કરી શકી હતી. લોકેશ રાહુલ આઇપીએલમાં સૌથી ઝડપી માત્ર ૧૦૫ ઇનિંગ્સમાં ૪૦૦૦ રન ફટકારનાર ખેલાડી બન્યો છે. તેણે ક્રિસ ગેઇલના ૧૧ર ઇનિંગ્સમાં આટલા રન કરવાનો રેકૉર્ડ પણ તોડ્યો હતો. લોકેશ રાહુલે ૫૬ બૉલમાં ૭૪ રન કર્યા હોવાથી ધીમી રમત બદલ તેની ટીકા પણ કરવામાં આવી હતી.