કાંદિવલી-વેસ્ટમાં પય્યાડે ગ્રાઉન્ડમાં કપોળ સ્પોર્ટ્સ ગ્રુપ દ્વારા ૪૦ ઓવરની ટુર્નામેન્ટને બે ગ્રુપમાં આયોજિત કરી હતી
ગ્રુપ Aની ચૅમ્પિયન ટીમ KSG ઇન્ડિયન્સ
કાંદિવલી-વેસ્ટમાં પય્યાડે ગ્રાઉન્ડમાં કપોળ સ્પોર્ટ્સ ગ્રુપ દ્વારા ૪૦ ઓવરની ટુર્નામેન્ટને બે ગ્રુપમાં આયોજિત કરી હતી જેમાં ગ્રુપ Aમાં KSG ઇન્ડિયન્સ અને ગ્રુપ Bમાં KSG પૅન્થર્સ ટીમ ચૅમ્પિયન બની હતી. ગ્રુપ Aની ફાઇનલમાં KSG સ્ટ્રાઇકર્સ સામે KSG ઇન્ડિયન્સ ટીમે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. KSG સ્ટ્રાઇકર્સે હર્ષ દેસાઈના ૫૦ બૉલમાં અણનમ ૫૩ રનના જોરે ૪૦ ઓવરમાં ૨૧૨ રન બનાવ્યા હતા. KSG ઇન્ડિયન્સને ૪૩ એક્સ્ટ્રા રન, શર્મિક વાલિયાના હાઇએસ્ટ ૩૯ બૉલમાં ૨૭ રન તેમ જ છેલ્લી વિકેટ માટેની અણનમ ૪૬ રનની પાર્ટનરશિપની મદદથી ૩૭.૫ ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરીને ચૅમ્પિયન બની હતી. શર્મિક વાલિયા મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો.
ADVERTISEMENT
ગ્રુપ Bની ચૅમ્પિયન ટીમ KSG પૅન્થર્સ
જ્યારે ગ્રુપ Bની ફાઇનલમાં KSG બ્લાસ્ટર્સ સામે KSG પૅન્થર્સ ટીમે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનું પસંદ કરીને ૪૦ ઓવરમાં ૨૬૭ રન બનાવ્યા હતા જેમાં યશ વાલિયાનું ૪૫ બૉલમાં ૪૦ અને જિત મથુરિયાનું ૩૨ બૉલમાં ૪૩ રનનું મુખ્ય યોગદાન હતું. વરુણ મહેતાનો ૪ ઓવરમાં ૨૭ રનમાં પાંચ વિકેટ સાથેના તરખાટને લીધે KSG બ્લાસ્ટર્સ ૩૪.૫ ઓવરમાં ૨૧૧ રનમાં ઑલઆઉટ થઈ જતાં KSG પૅન્થર્સનો ૫૬ રનથી ભવ્ય વિજય થયો હતો અને ચૅમ્પિયન બની હતી. વરુણ મહેતા મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.