લખનઉ સુપર જાયન્ટ્સનો કૅપ્ટન રાહુલ ઈજાને કારણે અધવચ્ચેથી જ આઇપીએલની બહાર થઈ જતાં કૃણાલ પંડ્યાને આ ટીમનું સુકાન સોંપાયું છે.
કેએલ રાહુલ
કે. એલ. રાહુલે સાથળમાં સર્જરી કરાવી છે અને આ ઑપરેશન બાદ તેણે થોડી જ વાર બાદ સોશ્યલ મીડિયામાં ભારતીય ટીમમાં વહેલાસર કમબૅક કરવાના સંકેત સાથે જણાવ્યું હતું કે ‘મેં જમણી સાથળમાં જે સર્જરી કરાવી એ સફળ રહી છે અને હવે હું સત્તાવાર રીતે રિકવરી તરફ છું. હું બહુ જલદી બેસ્ટ ફિટનેસ હાંસલ કરવા માગું છું અને ફરી રમવા માગું છું. મારા ઑપરેશનની બાબતમાં બધુ સરખી રીતે પાર પડી ગયું એ બદલ હું ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફનો આભારી છું.’
લખનઉ સુપર જાયન્ટ્સનો કૅપ્ટન રાહુલ ઈજાને કારણે અધવચ્ચેથી જ આઇપીએલની બહાર થઈ જતાં કૃણાલ પંડ્યાને આ ટીમનું સુકાન સોંપાયું છે. જૂનમાં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં તે ન રમી શકવાનો હોવાથી તેના સ્થાને ઈશાન કિશનને ટેસ્ટ ટીમમાં સામેલ કરાયો છે. રાહુલની ઍક્ટ્રેસ-પત્ની અથિયા શેટ્ટીએ ગઈ કાલે રાહુલની મીડિયામાંની પોસ્ટને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી.

