લોકેશ રાહુલ ઇચ્છે છે કે હાર્દિકનો દીકરો પ્રથમ ફાસ્ટ બોલિંગઑલરાઉન્ડર બને
લોકેશ રાહુલ
ક્રિકેટ ટીમના બૅટ્સમૅન લોકેશ રાહુલ ઇચ્છે છે કે થોડા સમય પહેલાં પિતા બનેલા ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો દીકરો ભારતીય ક્રિકેટ ટીમનો સૌથી પહેલો ફાસ્ટ બોલિંગ-ઑલરાઉન્ડર બને. તાજેતરમાં હાર્દિકના ભાઈ કૃણાલ પંડ્યાએ નવજાત શિશુ સાથેનો પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. આ ફોટોને ટૅગ કરીને રાહુલે કહ્યું કે ‘મહેરબાની કરીને તેને કહો કે તે પહેલો ફાસ્ટ બોલિંગ-ઑલરાઉન્ડર બને.’
ઉલ્લેખનીય છે કે હાર્દિક અને નતાશાનાં લગ્ન ગુપચુપ થયાં હતાં અને નતાશા ગર્ભવતી હોવાની જાણ બહાર મોડેથી કરવામાં આવી હતી.

