ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝનો ભાગ રહેલા આ બન્ને પ્લેયર ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સ્ક્વૉડમાં પણ સામેલ છે
ધ્રુવ જુરેલ અને કે. એલ. રાહુલ
ભારતીય મેન્સ સિનિયર ક્રિકેટ ટીમ બૉર્ડર-ગાવસકર ટ્રોફી રમવા ૧૦ નવેમ્બરે ઑસ્ટ્રેલિયા જવા રવાના થઈ શકે છે પણ એ પહેલાં ભારતીય ક્રિકેટ બોર્ડે એક મોટો નિર્ણય લીધો છે. ઑસ્ટ્રેલિયા A સામેની સાત નવેમ્બરથી બીજી અનઑફિશ્યલ ટેસ્ટ માટે ભારતીય વિકેટકીપર-બૅટર ધ્રુવ જુરેલ અને કે. એલ. રાહુલ ઇન્ડિયા A ટીમ સાથે જોડાશે. ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝનો ભાગ રહેલા આ બન્ને પ્લેયર ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સ્ક્વૉડમાં પણ સામેલ છે. ભારતીય ટીમ-મૅનેજમેન્ટ આ ટૂર માટે સિલેક્ટ થયેલા દરેક પ્લેયરને ઇન્જરીની સમસ્યાથી બચાવવા મેદાન પર સમય પસાર કરવાની તક આપવા માગે છે, ખાસ કરીને રિઝર્વ પ્લેયર્સને કારણ કે બૉર્ડર-ગાવસકર સિરીઝ સાત અઠવાડિયાં સુધી ચાલશે.