Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPLમાં વિનિંગ ઇનિંગ્સ રમનાર વેન્કટેશ ઐયરે જીવનની નવી ઇનિંગ્સ શરૂ કરી

IPLમાં વિનિંગ ઇનિંગ્સ રમનાર વેન્કટેશ ઐયરે જીવનની નવી ઇનિંગ્સ શરૂ કરી

03 June, 2024 12:54 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેન્કટેશ ઐયરે ગયા વર્ષે નવેમ્બરમાં શ્રુતિ રઘુનાથન સાથે એન્ગેજમેન્ટ કર્યા હતા

કોલકાતા નાઇટ રાઇડર્સના CEO વેન્કી મૈસૂર સાથે વેન્કટેશ ઐયર અને શ્રુતિ રઘુનાથન

કોલકાતા નાઇટ રાઇડર્સના CEO વેન્કી મૈસૂર સાથે વેન્કટેશ ઐયર અને શ્રુતિ રઘુનાથન


ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે બાવન રનની વિનિંગ ઇનિંગ્સ રમનાર કોલકાતા નાઇટ રાઇડર્સના ઑલરાઉન્ડર વેન્કટેશ ઐયરે જીવનની નવી ઇનિંગ્સ શરૂ કરી છે. વેન્કટેશ ઐયરે ગયા વર્ષે નવેમ્બરમાં શ્રુતિ રઘુનાથન સાથે એન્ગેજમેન્ટ કર્યા હતા અને ગઈ કાલે બન્ને લગ્નબંધનમાં જોડાયાં હતાં. પરિવારની હાજરીમાં લગ્ન કરનાર ૨૯ વર્ષના વેન્કટેશ ઐયર અને તેની પત્નીના ફોટો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયા હતા. કોલકાતા નાઇટ રાઇડર્સના CEO વેન્કી મૈસૂર અને સ્પિનર વરુણ ચક્રવર્તીએ પણ આ શુભ પ્રસંગે હાજરી આપી હતી.


શ્રુતિ બૅન્ગલોરમાં લાઇફસ્ટાઇલ ઇન્ટરનૅશનલ પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરે છે. બન્નેની ઓળખાણ કૉમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. અનેક ડેટ્સ બાદ મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી. અહેવાલો અનુસાર વેન્કટેશની પત્ની શ્રુતિએ ફૅશન મૅનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2024 12:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK