વિરાટ કોહલીનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયો હતો
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમના તમામ ૧૬ ખેલાડીઓએ બંગલાદેશ સામેની બે મૅચની ટેસ્ટ-સિરીઝ માટે સોમવારે ચેપૉક મેદાન પર પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન ખૂબ પરસેવો પાડ્યો હતો. કેટલાક ખેલાડીઓએ રવિવારે આરામ કર્યા બાદ ત્રીજા પ્રૅક્ટિસ-સેશનમાં ભાગ લીધો હતો એ દરમ્યાનનો વિરાટ કોહલીનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયો હતો. એ વિડિયોમાં તેની એક પાવરફુલ સિક્સરે ડ્રેસિંગરૂમ પાસેની દીવાલમાં કાણું પાડી નાખ્યું હતું.
૧૫ સપ્ટેમ્બરે ચેન્નઈ પહોંચેલી બંગલાદેશની ટીમ પાકિસ્તાન સામેની બે મૅચની સિરીઝ સ્વીપ કર્યા બાદ આત્મવિશ્વાસથી છલોછલ છે. લિટન દાસ સહિતના ક્રિકેટર્સે ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ-સિરીઝ માટે ગઈ કાલે ભારતની જમીન પર પ્રૅક્ટિસ કરી હતી.