એક ઇન્ટરવ્યુમાં પીટરસને દાવો કર્યો કે પાકિસ્તાન, ભારત, સાઉથ આફ્રિકા અને ન્યુ ઝીલૅન્ડ સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે મજબૂત દાવેદાર થઈ શકે છે
કેવિન પીટરસન
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન અને કૉમેન્ટેટર કેવિન પીટરસને આગામી ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ માટે મોટી આગાહી કરી છે. વિશ્વક્રિકેટની બે સૌથી મજબૂત ટીમોને તેણે ટૉપ-ફોરના લિસ્ટમાંથી બહાર કરી દીધી છે. એક ઇન્ટરવ્યુમાં પીટરસને દાવો કર્યો કે પાકિસ્તાન, ભારત, સાઉથ આફ્રિકા અને ન્યુ ઝીલૅન્ડ સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે મજબૂત દાવેદાર થઈ શકે છે; આ ટીમોની અંદર ટુર્નામેન્ટમાં આગળ વધવાની ક્ષમતા છે.
પીટરસને ઑસ્ટ્રેલિયાની સાથે પોતાના દેશની ટીમ ઇંગ્લૅન્ડને સેમી ફાઇનલિસ્ટના લિસ્ટમાં સ્થાન ન આપીને આશ્ચર્યજનક આગાહી કરી છે. ઑસ્ટ્રેલિયાએ હાલમાં શ્રીલંકા સામે અને ઇંગ્લૅન્ડે ભારતીય ટીમ સામે વન-ડે સિરીઝમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો.

