ગઈ કાલે શિખર ધવનની ટીમ કર્નાલી યૅક્સે નેપાલની પહેલી T20 ક્રિકેટ પ્રીમિયર લીગમાં હાર સાથે શરૂઆત કરી હતી.
શિખર ધવન
ગઈ કાલે શિખર ધવનની ટીમ કર્નાલી યૅક્સે નેપાલની પહેલી T20 ક્રિકેટ પ્રીમિયર લીગમાં હાર સાથે શરૂઆત કરી હતી. જનકપુર બોલ્ટ્સ સામે કર્નાલી યૅક્સે પહેલી બૅટિંગ કરીને સાત વિકેટે ૧૪૧ રન બનાવ્યા હતા. જનકપુરની ટીમે ૧૫.૨ ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવન ઓપનર તરીકે મેદાન પર ઊતર્યો પણ ૧૪ બૉલમાં ત્રણ ચોગ્ગાની મદદથી તે માત્ર ૧૪ રન ફટકારી શક્યો હતો.