કપિલ દેવે જણાવ્યું કોણ હતા સૌથી ખતરનાક ઑલરાઉંડર
કપિલ દેવ
ભારતીય ક્રિકેટ ટીમ(Indian Cricket Team)ના પૂર્વ કૅપ્ટન કપિલ દેવ(Former Captain Kapil Dev)ને વિશ્વના બહેતરીન ઑલરાઉન્ડર(All Rounder)માં મોખરે માનવામાં આવે છે. કપિલ દેવે પોતાની બૉલિંગની સાથે સાથે બૅટિંગમાં પણ અનેક કરતબો બતાવ્યા છે. તેમના સમયના તમામ ઑલરાઉન્ડરમાંથી તેમણે ઇંગ્લેન્ડના ઇયાન બૉથમ(Ian Botham)ની પસંદગી કરી છે. કપિલ માને છે કે તે કોઇપણ મેચને એકલા હાથે પોતાના બળે જીતાડવાનું હુનર ધરાવે છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ડબ્યૂ વી રમન સાથે વાત કરતા કપિલે જણાવ્યું કે ઇયાન બૉથમ, ઇમરાન ખાન અને રિચર્ડ હેડલીમાં સૌથી વધારે મહેનતું ઇમરાન હતા પણ તે બૉથમને યોગ્ય રીતે ઑલરાઉન્ડર માને છે. "હું નહીં કહું કે હેડલી સર્વશ્રેષ્છ બેટ્સમેન હતા. બૉથમ વિરોધી ટીમને પોતાની બૅટિંગ અને બૉલિંગ બન્નેથી નુકસાન પહોંચાડી શકતા હતા. ઇમરાન પણ રન્સ બનાવવાની ક્ષમતા ધરાવતાં પણ તેમની ટીમ નેતૃત્વની ક્ષમતા જબરજસ્ત હતી. પાકિસ્તાનની ટીમને નિયંત્રણમાં રાખવું એક પડકાર હતો."
ADVERTISEMENT
કપિલ દેવે જણાવ્યું કે હેડલી આ ચારેયમાં સૌથી સારા બૉલર હતા પણ ઇમરાન સૌથી વધારે મહેનતું, "સૌથી બહેતરીન બૉલર રિચર્ડ હેડલી હતા તે અમારા ચારેયમાં કૉમ્પ્યૂટરની જેમ સમાન હતા."
"એ નહીં કહું કકે ઇમરાન એક સારા એથલીટ હતા પણ તે બધાંમાંથી વધારે મહેનત કરનારા ખેલાડી હતા. તેમના જેવી મહેનત કરનાર ખેલાડી મેં નથી જોયો. જ્યારે તેમણે શરૂઆત કરી તો એક સામાન્ય બૉલર દેખાતા હતા પણ ખૂબ જ મહેનતથી ફાસ્ટ બૉલર બન્યા અને તે પોતાની પાસેથી જ શીખ્યા અને પછી પોતાની બૅટિંગ પર પણ ઘણું કામ કર્યું.

