આ પદ પર છેલ્લાં ચાર વર્ષથી ન્યુ ઝીલૅન્ડના ગ્રેગ બાર્કલે છે
જય શાહ
ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહ હવે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના પ્રેસિડન્ટ બનશે એવી પ્રબળ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પદ પર છેલ્લાં ચાર વર્ષથી ન્યુ ઝીલૅન્ડના ગ્રેગ બાર્કલે છે. બાર્કલેને આ પદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવના સમર્થનથી મળ્યું હતું. બાર્કલે બીજી ટર્મ માટે લાયક છે અને તેને ચાલુ રાખવામાં પણ રસ હોઈ શકે છે, પરંતુ જય શાહ જો નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી લડશે તો તે બિનહરીફ જીતશે એ નિશ્ચિત છે. જો આવું થશે તો તેઓ એ સમયે ૩૬ વર્ષની ઉંમરે ICCના યંગેસ્ટ પ્રેસિડન્ટ બની જશે. ICCના પ્રેસિડન્ટ બનવા માટે તેમણે BCCIના સચિવનું પદ છોડવું પડશે. ઇન્ટરનૅશનલ મીડિયા અનુસાર ICCના પ્રેસિડન્ટ બનીને તેઓ ICCની ઑફિસ દુબઈથી મુંબઈમાં શિફ્ટ કરી શકે છે.