ICC ચૅરમૅનપદ સંભાળનાર પાંચમા ભારતીય અને પહેલા ગુજરાતી એવા જય શાહે પહેલી ડિસેમ્બરથી આ પદ સંભાળ્યું હતું
ચૅરમૅન તરીકે પહેલી વાર ICC હેડક્વૉર્ટર પહોંચ્યા ૩૬ વર્ષના જય શાહ
ICCના યંગેસ્ટ ચૅરમૅન જય શાહ ગઈ કાલે UAEના દુબઈમાં ICC હેડક્વૉર્ટરની મુલાકાત લેવા પહોંચ્યા હતા. ICC ચૅરમૅનપદ સંભાળનાર પાંચમા ભારતીય અને પહેલા ગુજરાતી એવા જય શાહે પહેલી ડિસેમ્બરથી આ પદ સંભાળ્યું હતું. ગઈ કાલે ચૅરમૅન તરીકે પહેલી વાર ICC બોર્ડ મેમ્બરની મળીને તેમણે ક્રિકેટરને અભૂતપૂર્વ ઊંચાઈઓ પર લઈ જવા સખત મહેનત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

