ઑસ્ટ્રેલિયાના સ્થાનિક મીડિયા અનુસાર ૭૦ના દાયકામાં વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલર્સના સુવર્ણ યુગ બાદ પહેલી વાર ઑસ્ટ્રેલિયાના બૅટર્સ કોઈ બોલર સામે ડરી રહ્યા છે
પ્રૅક્ટિસ દરમ્યાન ગઈ કાલે ભારતીય ટીમનો હેડ કોચ ગૌતમ ગંભીર સાથે વાતચીત કરી રહેલો ઑસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટનો કૅપ્ટન જસપ્રીત બુમરાહ.
બૉર્ડર-ગાવસકર ટ્રોફી પહેલાં ભારતીય ફાસ્ટ બોલર્સ જસપ્રીત બુમરાહનાં ઑસ્ટ્રેલિયન ક્રિકેટર્સ દ્વારા ભારે વખાણ થઈ રહ્યાં છે. ઑસ્ટ્રેલિયાના સ્થાનિક મીડિયા અનુસાર ૭૦ના દાયકામાં વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલર્સના સુવર્ણ યુગ બાદ પહેલી વાર ઑસ્ટ્રેલિયાના બૅટર્સ કોઈ બોલર સામે ડરી રહ્યા છે. ટ્રૅવિસ હેડનું માનવું છે કે તેનો સામનો કરવો લગભગ અશક્ય છે અને તે ભારતીય ટીમ માટે એક્સ ફૅક્ટર છે. ઉસ્માન ખ્વાજાએ તેની બોલિંગને દિગ્ગજ ઑસ્ટ્રેલિયન બોલર મિચલ જૉનસન સાથે સરખાવી છે. જ્યારે બ્રેટ લીએ તેની બોલિંગને બિલાડીની ચપળ ચાલ સાથે સરખાવી છે. બુમરાહે છેલ્લી બે ટેસ્ટ-ટૂરમાં ઑસ્ટ્રેલિયા સામે ૩૨ વિકેટ લીધી છે જેમાં ૨૦૧૮ની બૉક્સિંગ-ડે ટેસ્ટની છ વિકેટનો સમાવેશ થાય છે.
બુમરાહ સામે ઑસ્ટ્રેલિયન બૅટર્સનો ટેસ્ટ-રેકૉર્ડ
પૅટ કમિન્સ : ૧૦૩ બૉલમાં ૩૨ રન, પાંચ વાર આઉટ
ઍલેક્સ કૅરી : ૮૬ બૉલમાં ૮૧ રન, બે વાર આઉટ
ટ્રૅવિસ હેડ : ૧૨૬ બૉલમાં ૫૦ રન, બે વાર આઉટ
સ્ટીવ સ્મિથ : ૧૧૪ બૉલમાં બાવન રન, એક વાર આઉટ
ઉસ્માન ખ્વાજા : ૧૫૫ બૉલમાં ૪૩ રન, આઉટ નથી કર્યો
માર્નસ લબુશેન : ૧૬૨ બૉલમાં ૪૯ રન, આઉટ નથી કર્યો
મિચલ માર્શ : ૧૭ બૉલમાં પાંચ રન, આઉટ નથી કર્યો