મેલબર્ન મેદાન પર અનિલ કુંબલે (૧૫ વિકેટ)ને પછાડીને બુમરાહ સૌથી વધુ ૧૮ ટેસ્ટ-વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે
જસપ્રીત બુમરાહ
મેલબર્ન ટેસ્ટના પહેલા દિવસે ૨૧ ઓવરમાં ૭૫ રન આપીને ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ત્રણ વિકેટ ઝડપી હતી. આ ત્રણ વિકેટ ઝડપીને બુમરાહે બે અલગ-અલગ રેકૉર્ડ લિસ્ટમાં ભૂતપૂર્વ ભારતીય સ્પિનર અનિલ કુંબલે અને ફાસ્ટ બોલર ઇશાન્ત શર્માને પાછળ છોડ્યા છે.
મેલબર્ન મેદાન પર અનિલ કુંબલે (૧૫ વિકેટ)ને પછાડીને બુમરાહ સૌથી વધુ ૧૮ ટેસ્ટ-વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે, જ્યારે ભારત માટે સૌથી વધુ ઇન્ટરનૅશનલ વિકેટ લેનાર ફાસ્ટ બોલર્સના લિસ્ટમાં તેણે ઇશાન્ત શર્મા (૪૩૪ વિકેટ)ને પાછળ છોડી ટૉપ-ફાઇવમાં એન્ટ્રી મારી છે. ઓવરઑલ ભારતીય બોલર્સના લિસ્ટમાં તેણે ટૉપ-ટેનમાં ઇશાન્ત શર્માને દસમા ક્રમે ધકેલીને નવમું સ્થાન મેળવ્યું છે.
ADVERTISEMENT
ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલર |
|
કપિલ દેવ |
૬૮૭ |
ઝહીર ખાન |
૫૯૭ |
જવાગલ શ્રીનાથ |
૫૫૧ |
મોહમ્મદ શમી |
૪૪૮ |
જસપ્રીત બુમરાહ |
૪૩૫ |
ઇશાન્ત શર્મા |
૪૩૪ |

