Jasprit Bumrah ICC Rankings : ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ICC ટેસ્ટ રેન્કિંગમાં એક નવો જ ઈતિહાસ રચી દીધો છે, જે જાણીને દરેક ક્રિકેટ ફેન્સની છાતી ગદગદ થઈ જશે
જસપ્રિત બુમરાહની ફાઇલ તસવીર
ભારતના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah)એ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ – આઇસીસી (International Cricket Council – ICC) મેન્સ ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ઈતિહાસ રચ્યો છે. જસપ્રીત બુમરાહ ટેસ્ટ બોલિંગ રેન્કિંગ (Jasprit Bumrah ICC Rankings)માં ટોચ પર પહોંચનાર ચોથો ભારતીય બોલર અને પ્રથમ ભારતીય ઝડપી બોલર બની ગયો છે. જસપ્રીત બુમરાહની આ સિદ્ધિથી ક્રિકેટ ફેન્સ ખુશખુશાલ થઈ ગયા છે.