જસપ્રીત બુમરાહના રેટિંગ-પૉઇન્ટ ૮૯૦થી વધીને ૯૦૪ થયા છે
જસપ્રીત બુમરાહ
ICCએ અપડેટ કરેલાં ટેસ્ટ-રૅન્કિંગ્સમાં જસપ્રીત બુમરાહ નંબર વન ટેસ્ટ-બોલર તરીકે યથાવત્ છે. તેના રેટિંગ-પૉઇન્ટ ૮૯૦થી વધીને ૯૦૪ થયા છે. તેણે એક ભારતીય ટેસ્ટ-બોલર તરીકે સર્વોચ્ચ રેટિંગ-પૉઇન્ટના રેકૉર્ડની બરાબરી કરી છે. ભૂતપૂર્વ ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિને ૨૦૧૬માં ભારતીય બોલર તરીકે ૯૦૪નો સર્વોચ્ચ રેટિંગ પૉઇન્ટ હાંસલ કર્યો હતો.
ઑલરાઉન્ડરના લિસ્ટમાં પહેલા ક્રમે યથાવત્ રહેનાર રવીન્દ્ર જાડેજાને આ લિસ્ટમાં સાત સ્થાનનું નુકસાન થયું છે, તે હાલમાં દસમા ક્રમે છે.