ભારતીય ટીમ જૂન-જુલાઈમાં ઇંગ્લૅન્ડમાં આયોજિત પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ પહેલાં તે ફિટ થઈ જાય એવી આશા રાખશે.
જસપ્રીત બુમરાહ
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ લોઅર-બૅકની ઇન્જરીને કારણે ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માંથી બહાર થઈ ગયો છે, પણ હવે તેણે બૅન્ગલોરસ્થિત નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (NCA)માં ફરીથી ક્રિકેટના મેદાન પર કમબૅક કરવા ફિટ થવાની તૈયારી શરૂ કરી દીધી છે. ગઈ કાલે તેણે સેન્ટર ઑફ એક્સેલન્સ તરીકે ઓળખાતા NCAના જિમમાં હાજરી આપીને ફોટો શૅર કર્યો હતો. ભારતીય ટીમ જૂન-જુલાઈમાં ઇંગ્લૅન્ડમાં આયોજિત પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ પહેલાં તે ફિટ થઈ જાય એવી આશા રાખશે.

