બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના ગ્રાઉન્ડ પર હાલમાં રણજી ટ્રોફીની મૅચમાં જમ્મુ-કાશ્મીરે મુંબઈ સામે પાંચ વિકેટે ઐતિહાસિક જીત મેળવી હતી.
ઉમર નઝીર મીરે મૅચ બાદ તેને રોહિત શર્મા તરફથી બૅટ પર ઑટોગ્રાફ લીધો.
બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના ગ્રાઉન્ડ પર હાલમાં રણજી ટ્રોફીની મૅચમાં જમ્મુ-કાશ્મીરે મુંબઈ સામે પાંચ વિકેટે ઐતિહાસિક જીત મેળવી હતી. ભારતીય કૅપ્ટન રોહિત શર્માની આ ડોમેસ્ટિક ક્રિકેટની કમબૅક મૅચ હતી જેમાં પહેલી જ ઇનિંગ્સમાં જમ્મુ-કાશ્મીરના ૩૧ વર્ષના ફાસ્ટ બોલર ઉમર નઝીર મીરે ભારતીય કૅપ્ટનને ત્રણ રનના સ્કોર પર કૅચઆઉટ કરાવ્યો હતો. ઉમર નઝીર મીર રોહિત શર્માનો ફૅન હોવાથી તેણે એ વિકેટની ઉજવણી કરી નહોતી. આ મૅચ બાદ તેને રોહિત શર્મા તરફથી બૅટ પર ઑટોગ્રાફ પણ મળ્યા હતા જેનો ફોટો તેણે પોતાના સોશ્યલ મીડિયા પર શૅર કરીને ખુશી વ્યક્ત કરી હતી.

